તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે જ્ઞાતિ આધારિત ગંજીપો ચિપ્યો:જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજના 14 ઉમેદવાર

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતમાં ભાજપની નો રિપીટ થીયરી : 31માંથી 26 નવા ચહેરા
 • 5 પટેલ, 4 દેસાઈ, 3 અનુસૂચિત જાતિ, 2 ચૌધરી, 1 રાજપૂત, 1 ડાભી, 1 આહીર અને 1 ભીલ સમાજના ઉમેદવારોને સ્થાન આપ્યું

ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા પંચાયતના ઉમેદવારોની ગુરુવારે યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ છ બળવાખોરોના પત્તા કાપ્યા છે. મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. પાંચ બેઠક પર રીપીટ જેવી સ્થિતિ છે. પત્નીઓના સ્થાને પતિઓને ટિકિટ અપાઈ છે. અને પતિઓના સ્થાને પત્નીઓને ટિકિટ આપી રિપીટ થિયરી અપનાવી છે. જેમાં સૌથી વધુ 32માંથી ઠાકોર સમાજના 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપે 14 ઠાકોર, પાંચ પટેલ, ચાર દેસાઈ, ત્રણ અનુસૂચિત જાતિ, બે ચૌધરી, એક રાજપૂત, એક ડાભી, એક આહીર અને એક ભીલ જ્ઞાતિના લોકોને ટિકિટ આપી ભાજપે જ્ઞાતિવાદી સમીકરણો સેટ કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં બળવો કરીને આવેલા જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, બાલુબેન દશરથસિંહ રાજપુત, કાનજીભાઈ દેસાઈ, બાબુભાઇ દેસાઇ, દિપ્તીબેન અનિલભાઈ પરમાર અને મોતીબેન મણીલાલ પરમારમાંથી એક પણ સદસ્યને ભાજપે ટિકિટ આપી નથી. સતત ત્રણ ટર્મના નિયમના કારણે ભાજપના સિનિયર સદસ્ય શંકરભાઈ કટારીયાની ટિકિટ પણ કાપી છે.

વાઘેલ બેઠક પર બચુજી વરવાજી ઠાકોરને ટિકિટ આપી છે. ગત ટર્મમાં તેઓ જીલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા હતા. જ્યારે લોલાડા બેઠક પર કેશાજી જુહાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેઓ ગત ટર્મમાં શંખેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયા હતા. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કરાતાં ફોર્મ ભરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગના નવા ચહેરાને સ્થાન અપાતાં જુના જોગીના સમર્થકોમાં નારાજગી પણ છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ન ઘરના કે ન ઘાટના
અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી જિલ્લા પંચાયતના સદસ્ય થયા બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ગયેલા સદસ્યોને આ વખતે ભાજપે પણ ટિકિટ આપી નથી. અને હવે તેઓ પરત કોંગ્રેસમાં પણ જઈ શકે તેમ નથી ત્યારે હવે તેમની ન ઘરના કે ઘાટના જેવી સ્થિતિ થઈ છે. જેના કારણે કેટલાકમાં છુપી નારાજગી છે. એક સદસ્ય જણાવ્યું હતું કે ટિકિટ આપવાની તો વાત જ દૂર છે. અમારી નોંધ પણ લેવાઇ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ ભાજપમાં કેટલાક સદસ્યોએ નારાજગી દર્શાવી હતી. જો કે ચૂંટણીમાં સાથે રહેવાની તૈયારી દર્શાવી છે.

જિલ્લામાં ગુરૂવારે એક જ દિવસમાં100 ફોર્મ ભરાયાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુરુવારે કુલ 100 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં જીલ્લા પંચાયત માટે આઠ, છ તાલુકા પંચાયત માટે 62 અને બે નગરપાલિકા માટે 30 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુરુવારે સૌથી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સિદ્ધપુર તાલુકા પંચાયત માટે 17, ચાણસ્મા તાલુકા પંચાયત માટે બે, હારીજ તાલુકા પંચાયત માટે સાત, સમી તાલુકા પંચાયત માટે 21, રાધનપુર તાલુકા પંચાયત માટે 13 અને સાંતલપુર તાલુકા પંચાયત માટે બે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. પાટણ જિલ્લા પંચાયત માટે આઠ ફોર્મ ભરાયા છે. પાટણ નગરપાલિકા માટે 22 અને સિદ્ધપુર નગરપાલિકા માટે આઠ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનાં નામ

બાલીસણા

જશીબેન ચેહરસંગ ઠાકોર (નવો ચહેરો)

કમલીવાડ

ગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (નવો ચહેરો)

કુણઘેર

સેજલબેન દિલીપભાઈ દેસાઈ (નવો ચહેરો)

રણુજ

નિકુલભાઇ અંબાલાલ પટેલ (નવો ચહેરો)

મેસર

વસંતજી નાઢાજી ઠાકોર (નવો ચહેરો)

નાયતા

મેતુબેનમહિપતસિંહરાજપુત (નવો ચહેરો)

સાંપ્રા

નર્મદાબેન હરજીભાઈ પરમાર (નવો ચહેરો)

વામૈયા

ગોવિંદભાઈઇશ્વરભાઇમાલધારી(નવો ચહેરો)

વાયડ

જયબા બેન સવદાનજી ઠાકોર (નવો ચહેરો)

બીલીયા

ભાનુમતિબેનવિજયકુમારમકવાણા(નવો ચહેરો)

કાકોશી

ભીખીબેન રેવાભાઇ દેસાઈ (નવો ચહેરો)

કુવારા

ચંપાબેન મહેશભાઈ ચૌહાણ(નવો ચહેરો)

નેદ્રા

તારાબેન રમેશભાઈ પટેલ (નવો ચહેરો)

વાધણા

વિષ્ણુજી બાબુજી ઠાકોર (નવો ચહેરો)

ધીણોજ

દીપમાલાબેન ભાવિકભાઈ પટેલ (નવો ચહેરો)

વડાવલી

દિલીપકુમાર ડાયાભાઇ પટેલ (નવો ચહેરો)

કંબોઈ

આશાબેન વિક્રમજી ઠાકોર (નવો ચહેરો)

માકા

ભરતકુમાર ધરમશીભાઈ દેસાઈ (નવો ચહેરો)

રોડા

ભગીબેન સવસીજી ઠાકોર(નવો ચહેરો)

વાઘેલ

બચુજી વરવાજી ઠાકોર (રિપીટ)

લોલાડા

કેશાજી જુહાજી ઠાકોર (નવો ચહેરો)

શંખેશ્વર

હેતલબેન જગદીશભાઈ ડાભી (નવો ચહેરો)

દુદખા

હેતલબેન વેરશીજી ઠાકોર (નવો ચહેરો)

ગોચનાદ

મનુજી મફાજી ઠાકોર(નવો ચહેરો)

સમી

બાબુજી બાજુજી ઠાકોર(નવો ચહેરો)

કમાલપુર

બાબુભાઈ મોહનભાઈ ભીલ(નવો ચહેરો)

મેમદાવાદ

જીવીબેન ખુમાજી ઠાકોર(નવો ચહેરો)

સીનાડ

ભરતભાઈ ધનાભાઈ ચૌધરી (નવો ચહેરો)

કોલીવાડા

ભારતીબેન દિનેશભાઈ ચૌધરી (નવો ચહેરો)

કોરડાશાકાજી ધુડાજી ઠાકોર(નવો ચહેરો)સાંતલપુર

જીવણભાઈ રામાભાઇ આહીર (નવો ચહેરો)

વારાહીમધુબેન લવિંગજી ઠાકોર(નવો ચહેરો)

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો