જાણવું જરૂરી છે:હારિજ તાલુકામાં 2022માં 1325 દસ્તાવેજ અને મિલકતની નોંધણી થઈ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજની રજિસ્ટાર કચેરીના આંકડા પ્રમાણે વર્ષ 2014 પછી થી દસ્તાવેજ નોંધણી ઓછી થતી જોવા મળી રહી છે. 2022માં હારીજમાં 1325 દસ્તાવેજ અને મિલતકની નોંધણી થઈ હતી. જેમાં કચેરીને સ્ટેમ્પ ડ્યુટીની 2.10 કરોડ અને દસ્તાવેજ નોંધણીની 39.70 લાખ આવક થઈ હતી.

વેપારી મથક હારીજમાં 2014 પછી વિકાસની ગતિ પર બ્રેક લાગી છે અને ધીરે ધીરે વિકાસ રિવર્સ ગીયર આવે છે. હારીજ સબ રજિસ્ટર કચેરી તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022 વર્ષ દરમિયાન કુલ 1325 મિલકતના દસ્તાવેજોની નોંધણી થઈ છે.

આ દસ્તાવેજોની નોંધણી મુજબ નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીની આવક ગુજરાતમાં હારીજની નગણ્ય કહી શકાય તેવી છે. દસ્તાવેજો નવા જૂના મકાનના 1325 નોંધાયા છે. તેમાં 2,10,75,610 સ્ટેમ્પ ડ્યુટીની રકમ સરકારને મળી છે. જ્યારે દસ્તાવેજ નોંધણીની આવક રૂ. 39, 79, 955 આવક થઈ છે.

પાછલા વીની ગણતરીમાં 20 થી 30 ટકા ઓછી થઈ છે. હારીજ શહેર ચાર ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલ છે અને 10924 મિલકતો કોમર્શિયલ અને રેસીડેન્સ નોંધાયેલી છે.

હારીજ માં એક સમયે 30 થી વધુ ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હતી. તે હવે માત્ર પાંચેક જેટલી મરવાના વાંકે ઉભી છે. 2014 પહેલા હારીજમાં તેજી હતી ત્યારે કેટલીક સોસાયટીઓ ડેવલોપ થઈ હતી.જેમાં પાંચેક સોસાયટી અગ્રેસર છે ત્યારબાદ હવે બાંધકામ ક્ષેત્રમાં મંદી શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...