પાટણની સગીરાની વેદના:13 વર્ષની કિશોરીએ રડીને કહ્યું - પિતા મને લાકડીથી મારે છે, એટલે ઘરે નથી જવું, બીજે ક્યાંક લઈ જાઓ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર તાલુકાની કિશોરી સાવકા પિતાના ત્રાસથી ભાગી જતાં 181 ટીમે આશ્રયગૃહ મોકલી

સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 13 વર્ષની કિશોરી પોતાના સાવકા પિતાની મારઝૂડથી કંટાળી ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારે સિદ્ધપુર શહેરમાં એકલી ફરતી કિશોરીને જોઈ 181 અભયમને લોકો દ્વારા જાણ કરતાં ઘરે જવા માટે સમજાવવા છતાં ઘરે જવા તૈયાર ન થતાં તેને સુરક્ષિત હતી.

સિદ્ધપુરના ગામમાં કિશોરીની માતાએ બીજા લગ્ન કરતા કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી હોઈ કિશોરીને ઘરમાંથી બહાર ન નીકળવા દેતા હોઈ યેનકેન પ્રકારે સામાન્ય બાબતોમાં ઢોર માર મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોઈ બે દિવસ અગાઉ કિશોરી પિતાના ત્રાસથી છુટકારો મેળવવા ફક્ત 13 વર્ષની ઉંમરે એકલી ઘરેથી ભાગીને સિદ્ધપુરમાં આવી ગઈ હતી.

કિશોરી એકલી ફરતી હોઈ લોકો દ્વારા પૂછપરછ કરતા તેની વેદના સાંભળી સુરક્ષા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા કાઉન્સિલર લક્ષ્મીબેન અને એએસઆઈ બબીબેન બન્ને મહિલા કર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઈ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી. પરંતુ કિશોરી પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોય તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.

કિશોરીના સંવેદનશીલ શબ્દો
મારા પિતા મને લાકડીએ લાકડીએ મારે છે મારે ઘરે નહીં જવું
181 મહિલા કર્મી : કેમ ઘરે નહિ રહેવું
(રડતાં રડતા ) કિશોરી :
મને બહુ મારે છે બીજે ક્યાંક મૂકી જાઓ ઘરે નહીં
181 - ક્યાં મુકાવા આવીએ
કિશોરી -
મને મારા પિતા બહુ મારે છે પહેલા લાકડીએ લાકડીએ મારી હતી.મારે અહીંયા નહિ રહેવું ..(રડતાં રડતા બુમો પાડીને) મારે નહીં રહેવું નહિ રહેવું

અન્ય સમાચારો પણ છે...