કાર્યવાહી:ઝઝામ, ખોડાણા અને કોરડા ગામે જુગાર રમતા 13 શકુનિ ઝડપાયા : ત્રણ ફરાર

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ વિરુદ્ધ જુગાર કલમધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

સાંતલપુર તાલુકાના રામેશ્વર ગામડી, ઝઝામ ગામે રામદેવપીરના મંદિર આગળ ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે સાંતલપુર પોલીસે રવિવારે રેડ કરીને બાજુભાઇ સવિંગભાઇ ઠાકોર , ધીરાભાઇ સામજીભાઇ ઠાકોર , સુબાભાઇ રામાભાઇ અને મુકેશભાઇ કાંતીભાઇ ઠાકોર રહે.તમામ ઝઝામ તા.સાંતલપુરને રોકડ રૂ.4190 સાથે ઝડપી લીધા હતા. જયારે વાગડોદ પોલીસે બાતમી આધારે રવિવારે સાંજે સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે રેડ કરી ખુલ્લામાં જુગાર રમતા ઠાકોર ચેહરાજી રામસીજી , ઠાકોર વિરમજી નરસિહજી , ઠાકોર કનુજી પુનાજી , ઠાકોર મેતાજી બળવંતજી , ઠાકોર રણજીતજી શ્રવણજી અને ઠાકોર રમેશજી નાઠાજી રહે. તમામ ખોડાણા તા.સરસ્વતીને રોકડ રૂ. 3120 તેમજ મોબાઇલ 10000 મળી કુલ રૂ.13120 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જયારે વારાહી પોલીસે બાતમી આધારે સાંતલપુર તાલુકાના કોરડા ગામે રવિવારે સાંજના જુગાર રમતા રમેશભાઇ ધનાભાઇ પરમાર, વિનોદભાઇ આલાભાઇ પરમાર , શંકરભાઇ ઉર્ફે પિન્ટુ ઇશ્વરભાઇ નાઇ રહે. તમામ કોરડા તા.સાંતલપુરનેરોકડ રૂ. 2200 સાથે ત્રણ ઝડપાઇ ગયા હતા. જયારે વિસાભાઇ મફાભાઇ વાલ્મીકી, મનોજભાઇ જયંતીભાઇ પરમાર અને ગણપતભાઇ અમથુભાઇ વાઘેલા રહે. તમામ કોરડા તા.સાંતલપુર ફરાર થઇ ગયા હતા.તમામ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...