કોરોના અપડેટ:સિદ્ધપુરમાં નર્સિંગ છાત્રા સહિત 13, જિલ્લામાં કોરોનાના 17 કેસ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ.કાં. જિલ્લામાં કોરોનાના નવા 12 કેસ

પાટણ જિલ્લામાં સોમવારે કેસમાં ઘટાડા સાથે નવા 17 કેસ નોંધાયા હતા. જેમાં 13 કેસ સિદ્ધપુર તાલુકામાં જ નોંધાયા હતા. સામે 2 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં.જિલ્લામાં નોંધાયેલ નવા 17 કેસમાં સિધ્ધપુર શહેરમાં નર્સિંગ કોલેજની 18 વર્ષની વિદ્યાર્થીની સહિત શહેરમાં ચાર કેસ, તેમજ બીલીયા ગામમાં બે, મેત્રાણા ગામમાં બે, લાલપુર, સેદરાણા દેથળી, મુડવાડા, ડીડરોલ ગામમાં એક એક કેસ મળી તાલુકામાં 13, પાટણના મણુંદ ગામમાં ત્રણ, ફિં ચાલ ગામમાં એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં 798 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

જેમાં 17ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. ચોવીસ કલાકમાં 2 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 155 કેસ એક્ટિવ છે.બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. જેની સાથે એકટિવ કેસોની સંખ્યા 106 થઇ છે.સોમવારે કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર 748, એન્ટીજન 719 મળી કુલ 1467 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી દાંતીવાડા 3, ધાનેરા 4, કાંકરેજ 2, પાલનપુર 2 અને વડગામમાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...