તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધ્યું:ચાણસ્મા 13 અને પાટણમાં 10 મળી જિલ્લામાં 27 કોરોના કેસ, જિલ્લામાં પાટણ બાદ હવે ચાણસ્મામાં કોરોના સંક્રમણ વધ્યું

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સેવાળાની સીમમાં ઈંટોનો ભઠ્ઠા પર 16 કામદારોના કોરોના ટેસ્ટ, તમામ નેગેટિવ - Divya Bhaskar
સેવાળાની સીમમાં ઈંટોનો ભઠ્ઠા પર 16 કામદારોના કોરોના ટેસ્ટ, તમામ નેગેટિવ
 • જિલ્લામાં શુક્રવારે 44 દર્દી સ્વસ્થ થયા, 12 દર્દી દાખલ, 336 એક્ટીવ કેસ

જિલ્લામાં પાટણ બાદ ચાણસ્મા શહેર અને તાલુકામાં કોરોના સંક્ર્મણ ઝડપથી પ્રસરી રહ્યું છે. શુક્રવારે ચાણસ્મા શહેરની ચાર સોસાયટીમાં પાંચ કેસ, રેલવેપુરા ગામમાં 3, ચવેલી, ધરમોડા, સુણસર, ધિણોજ અને રામપુરા ગામમાં એક એક મળી તાલુકામાં 13, પાટણ શહેરની પાંચ સોસાયટીમાં પાંચ, ધારપુર કેમ્પસમાં 3 અને રણુંજ અને સંડેર ગામમાં એક એક મળી તાલુકામાં 10, સિદ્ધપુરના કાકોશી અને કુંવારા ગામમાં એક એક, સરસ્વતિના સાંપ્રા અને સમીના ગુર્જરવાડા ગામમાં એક એક મળી જિલ્લામાં નવા 27 કેસ નોંધાતા કેસ આંક 3767 થયો હતો.

પાટણ જિલ્લામાં વધુ 1455 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1449 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. શુક્રવારે વધુ સંક્રમિત 44 દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લામાં કુલ 3358 લોકો સ્વસ્થ થવા પામ્યા છે. હાલમાં પાટણ જિલ્લામાં 21 દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. અને અન્ય હોમ આઇસોલેશન મળી કુલ 336 એક્ટિવ કેસ છે.

ચાણસ્મા
કુણઘેર પીએચસી દ્વારા ચંદ્રુમાણા, સેવાળા સીમ વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠા ઉપર બીજા દિવસે પણ કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાં પ્રથમ અને બીજા દિવસે મળી 16 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોના ઈંટોના ભઠ્ઠા ઉપર જઈને કોરોના ટેસ્ટ કરવાનું અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા ચલાવી રહ્યું છે ત્યારે હજી પણ સેવાળા ચંદ્રુમાણા સીમ વિસ્તારોમાં આવેલા બે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા મજૂરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમ હેલ્થ વર્કર મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં કોરોનાથી 6 મોત, 160 કેસ
ઉત્તર ગુજરાતમાં મહેસાણાના 2, જિલ્લાના ઉનાવા, ફલુ, કલોલના વૃદ્ધનું અને પાલનપુર સિવિલમાં રાજસ્થાનના દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં 62 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 48, સાબરકાંઠામાં 17 અને અરવલ્લીમાં 6 કેસ મળી કુલ 160 કોરોના કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો