આનંદના ગરબાની રમઝટ:પાટણમાં 65 આનંદ ગરબા મંડળની 1200 બહેનો એક સાથે ગરબે ઘૂમી

પાટણ2 મહિનો પહેલા
  • ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ દ્વારા વિશ્વની કામના અર્થે આયોજિત આનંદ ગરબા નું આયોજન સરાહનીય બન્યું

ધમૅની નગરી પાટણ શહેરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અનેક ધાર્મિક ઉત્સવોનાં આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા વિશ્વની કામના અર્થે રવિવારના શુભ દિને સાકાર પાર્ટી પ્લોટ ખાતે પાટણ શહેરમાં કાયૅરત જુદા જુદા સમાજના 65થી વધુ આનંદ ગરબા મંડળની 1200 થી વધું બહેનો ના સમુહ દ્વારા ભક્તિ સંગીતનાં સુમધુર સૂરો વચ્ચે પવિત્ર આનંદનાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલના સહયોગીથી આયોજિત કરવામાં આવેલ સમુહ આનંદ ગરબામાં વિવિધ ગરબા મંડળની બહેનો એ એકજ જેવાં વસ્ત્રો ધારણ કરી માતાજીનાં ગરબાને માથે મુકી ભક્તિ સંગીતના સુરો વચ્ચે આનંદનાં ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિનાં રંગે રંગ્યુ હતું.તો આ સમૂહ આનંદ ગરબામાં જોડાયેલા વિવિધ ગરબા મંડળની બહેનો દ્વારા આગામી રક્ષાબંધનનાં પવિત્ર પવૅને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને સમૂહ આનંદ ગરબાનું સુંદર આયોજન કરનાર કે.સી.પટેલના દીર્ઘાયુષ માટે રક્ષા બાંધી બહેનો એ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

આનંદ ગરબાનાં આયોજનને સફળ બનાવવા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, સ્નેહલ પટેલ,વિરેશ વ્યાસ, ગૌરવ મોદી,કોર્પોરેટર જયેશભાઈ પટેલ,શાંતિભાઈ સ્વામી, જીતુભાઈ પટેલ,બહુચર આનંદ ગરબા મંડળના મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ,જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા,પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ દામિનીબેન પ્રજાપતિ, જ્યોત્સનાબેન પટેલ,માનસીબેન ત્રિવેદી,સહિત વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો,ભાજપ મહિલા મોરચાની બહેનો,યુવા કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...