આઝાદી મહોત્સવ:પાટણ શહેરના 14 વિસ્તારમાંથી 1200 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરાયું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી મહોત્સવ અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ
  • સંસ્થાઓ, રાજકીય હોદેદારો, તંત્ર અને ખેલાડીઓ મળી 1000 લોકો જોડાયા

પાટણ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં શહેરના 14 જેટલા વિસ્તારોમાંથી 1000 લોકોએ 1200 કિલો જેટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક એકઠું કરી નાશ કર્યો હતો. પાટણને પ્લાસ્ટિક મુક્ત નગર બનાવવાના સંકલ્પ સાથે શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓના અને શહેરના નગરજનો તથા ખેલાડી સાથે મળી સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન કરાયું છે.

જેમાં કલેકટર, ડી.ડી.ઓ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ રાજકીય નેતાઓની અધ્યક્ષતામાં એમ.એન હાઈસ્કૂલથી રણકીવાવ રોડ, બગવાડાથી સુભાષચોક, ટીબી ત્રણ રસ્તા, યુનિવર્સિટી, સરસ્વતી શિશુ મંદિર રોડ, જીમખાના મળી કુલ 14 સ્થળો પર સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં 1 હજાર જેટલા લોકોએ અંદાજે 1200 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરી નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...