પાટણ જિલ્લામાં અત્યારે 544 દૂધ મંડળીઓ કાર્યરત છે છેલ્લા દસ વર્ષમાં દૂધના અભાવે દૂધ મંડળી ના બાર ગામની મંડળીઓને ફચામાં મૂકવામાં આવી છે.તેવુ જિલ્લા રજીસ્ટર એન.એસ. ઝાલાએ જણાવ્યું હતું. મહિલા દૂધ મંડળી ઉભી કરવાના અભિગમ સાથે સરકારે શરૂ કરયેલ ચાર ગામની મંડળીઓ દૂધ ઓછી આવક અને સભાસદોની ગેરહાજરીઓના કારણે વહીવટી ખોરવાઈ જતા બંધ કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં દૂધનો સ્ટોક ગામમાંથી પૂરતો મળતો ન હોય જેના કારણે ડેરીનો વહીવટ થઈ શકતો ન હતો તેવા કારણોસર પાટણ જિલ્લાના સરદારપુરા, પીતાંબરપુરા, નિદ્રોડા ટાકોદી લોધી જારુસા નાની પીપળી ગોખાંતર જાદવપુરા મેસરા પંચાસર બ્રહ્મપુરા અને રણછોડપુરા ગામની મંડળીઓ ફર્ચામાં ગયેલી છે.
જેમાં સરદારપુરા બ્રહ્મપુરા રણછોડપુરા અને નાની પીપળી ચાર મહિલા મંડળીઓ ગામમાં બીજી ડેરી હોવાથી પૂરતો દૂધનો જથ્થો એકત્ર ન કરી શકતા ડેરીને પોસાય નહીં અને વહીવટ ચાલવામાં અડચણ ઊભી થવા પામી હતી. આ તમામ મંડળીઓને ખર્ચમાં મૂકવામાં આવી છે.તેવુ જિલ્લા રજીસ્ટર એન.એસ. ઝાલાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.