કોરોના વકર્યો:પાટણ જિલ્લામાં કોરોનાના નવા 12 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પંથકમાં 7, પાટણ પંથકમાં 2 અને પાટણ શહેરમાં 3 કેસ સામે આવ્યાં
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10,679 થયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ પાટણ જિલ્લામાં કોરોનાના કુલ 12 કેસ નોંધાયા હતા. જેને લઈ ફફડાટ વ્યાપ્યો છે. સરસ્વતી તાલુકાના વધાસર ગામનાં ચૌધરીવાસ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં શનિવારે આવેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં 7 કેસ સામે આવ્યાં છે. જેમાં સિદ્ધપુરની ધરણીધર સોસાયટીમાં 28 વર્ષિય મહિલા, દેથળી ગામમાં 22 વર્ષિય 1 મહિલા, કાકોશીમાં 3 કેસ પૈકી 2 યુવતી ઉ.વ.18/16 અને 1 પુરુષ ઉ.વ.34, બિલીયામાં 2 કેસ જેમાં બન્ને મહિલાઓ ઉ.વ.60/65 જ્યારે પાટણ શહેરમાં 3 કેસ જેમાં પદમનાભ ચોકડી વિસ્તારમા 38 વર્ષિય પુરૂષ અને શ્રમજીવી સોસાયટીમાં 40 વર્ષિય પુરૂષ, શકિતપાર્ક સોસાયટીમાં 18 વર્ષિય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત પાટણ તાલુકાના મણુદ ગામે 1 કેસ જેમાં 25 વર્ષિય મહિલા અને રણુજ ગામે 1 કેસ જેમાં 50 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પાટણ જિલ્લામાં શનિવારે કુલ 12 કેસ પોઝિટિવ આવ્યાં છે. સરસ્વતી તાલુકાના વધાસર ગામનાં ચૌધરીવાસ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10,679 થયા છે. તો હાલમાં 1328 લોકોનાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે 5,73,766 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનાં કારણે 109 લોકોનાં મૃત્યુ થયા છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં કેસમાં વધારો થયો છે. શનિવારે જિલ્લામાં 12 કેસ નોંધાયા હતા જેને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે.

શરૂઆતથી રફતાર : બીજી લહેરમાં 9 દિવસમાં થયેલા કેસ ત્રીજી લહેરમાં એક જ દિવસે
પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર 1 માર્ચથી શરૂ થઈ હતી જેમાં 9 માર્ચ સુધીમાં 12 કેસ નોંધાયા હતા. 15 માર્ચ પછી કેસમાં ઉછાળો આવ્યો હતો જ્યારે ચાલુ સાલે ત્રીજી લહેરમાં શનિવારે એક જ દિવસમાં નવા 12 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા .આ જોતાં ચાલુ સાલે કેસની રફતાર શરૂઆતથી જોવા મળી રહી છે.

એકને બાદ કરતાં અન્ય દર્દીઓમાં સામાન્ય લક્ષણ
ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના આઈસોલેશનમાં ફરજ બજાવતા ડો. સંદીપ પટેલના જણાવ્યા મુજબ ધારપુર ખાતે છેલ્લા 20 દિવસથી એકાદ-બે કેસ સામાન્ય લક્ષણો ધરાવતાં આવી રહ્યા છે. જોકે તેમના ટેસ્ટ નેગેટિવ હતા. શનિવારે હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દી ડિસ્ચાર્જ થયા હતા. હજુ સિરિયસ કેસ શરૂ થયા નથી. બનાસકાંઠાના થરાદ તાલુકાના કુંભારા ગામના એક દર્દી રીફર થઈને અત્રે આવેલા છે તેમને કોરોનાની અસર થોડીક વધારે જણાઈ રહી છે.

ધારપુર હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર
ધારપુર સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને વેન્ટિલેટર ઉપર સારવાર આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વ્યક્તિનો કેસ વડોદરાથી અહીં આવેલ છે જેમને મગજની ખેંચની તકલીફ હતી અને તેના કારણે બેભાન હાલતમાં છે.તેમના કોરોનાના લક્ષણ જણાયા નથી તેમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

શનિવારે નોંધાયેલા કેસ

પદ્મનાભ ચોકડી પાટણ

38 વર્ષ પુરુષ

શ્રમજીવી સોસાયટી પાટણ

40 વર્ષ પુરુષ

શક્તિપાર્ક સોસાયટી પાટણ

18 વર્ષ સ્ત્રી

રણુજ તાલુકો પાટણ

50 વર્ષ પુરુષ

મણુંદ તાલુકો પાટણ

25 વર્ષ સ્ત્રી

ધરણીધર સોસા.,સિદ્ધપુર

28 વર્ષ સ્ત્રી

દેથળી તા.સિદ્ધપુર

22 વર્ષ સ્ત્રી

કાકોશી તા.સિદ્ધપુર

18 વર્ષ સ્ત્રી

કાકોશી તા.સિદ્ધપુર

16 વર્ષ સ્ત્રી

કાકોશી તા.સિદ્ધપુર

34 વર્ષ પુરુષ

બીલીયા તા.સિદ્ધપુર

60 વર્ષ સ્ત્રી

બીલીયા તા.સિદ્ધપુર

62 વર્ષ સ્ત્રી

અન્ય સમાચારો પણ છે...