તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:પાટણ જિલ્લામાં 7 દિવસમાં કોરોના વધુ 12 કેસો

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના સંક્ર્મણ રોકવા આરોગ્યની 500 ટીમો સર્વેલન્સમાં લાગી,70 સ્થળોએ સેમ્પલ લેવાઈ રહ્યા છે
  • 1 અને 4 માર્ચે જીરો આવ્યા પછી 5 માર્ચ પછી સતત કેસો નોંધાઈ રહ્યા છે

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે માસથી કોરોના સંક્ર્મણના કેસો સતત ઘટતા જીરો કેસ આવી રહ્યા હતા.પરંતુ ફરી ચૂંટણી બાદ કેસો બહાર આવી રહ્યા છે.ત્યારે માર્ચ મહિનામાં 5 માર્ચ પછી સતત કેસો નોંધાઈ રહ્યા છે. અને 7 દિવસમાં 12 કેસો નોંધાયા છે. પરંતુ જિલ્લામાં હાલમાં ગંભીર સ્થિતિ ન હોઈ આરોગ્ય વિભાગની 500 ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે.અને જિલ્લાના 70 સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. જેમાં રોજના સરેરાશ 400 થી 500 સેમ્પલ લેવાઈ રહ્યા છે.હાલમાં જિલ્લામાં એકપણ દર્દી દાખલ નથી છતાં સ્થિતિ વણસે નહીં માટે આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં સપ્તાહમાં બે શંકાસ્પદ કેસો આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાટણ જિલ્લામાં કોરોના મહામારીમાં 4210 લોકો કોરોના સંક્રમિત બન્યા હતા.જે પૈકી 74 લોકોના મોત થયા હતા અને 4124 સ્વસ્થ થયા છે. હાલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે.ત્યારે ચૂંટણી પૂર્વે કોરોના કેસના આંકડા તળિયે આવી કોરોના ગયો હોવાની સ્થિતિ દેખાઈ હતી.

પરંતુ ફરી ચૂંટણી પૂર્ણ થતા જ રાજ્યભરમાં કેસો સામે આવી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી બે -ત્રણ કેસો આવી રહ્યા છે. ત્યારે 5 માર્ચથી 9 માર્ચ સુધીમાં 10 કેસ નોંધાયા છે. જેમાં 5 કેસ પાટણ શહેરમાં જ નોંધાયા છે.ત્યારે સંક્ર્મણ ફરી ન વધે માટે આરોગ્ય વિભાગની ટીમો ફરી સતર્ક બની ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરી દીધો છે.તો વધુમાં વધુ લોકોના ટેસ્ટિંગ થાય માટે ટિમો દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે.તેવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસાણામાં એક જ દિવસમાં 16 કેસ
મહેસાણા જિલ્લામાં ચૂંટણી બાદ કોરોના સંક્રમણ પ્રતિ દિન વધી રહ્યું છે. મંગળવારે નવા 16 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ 12 અને વિજાપુર-2, જોટાણા અને વિસનગરમાં 1-1 કેસ આવ્યા છે. નવા કેસોમાં 6 શહેરી, જ્યારે 10 કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. મંગળવારે 226 દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જ્યારે 8 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ છે. હાલમાં 68 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં માત્ર 4 કેસ એક્ટિવ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર 4 કેસ હાલમાં એક્ટિવ છે. જેમાં 2 દાંતીવાડા 1 થરાદ અને 1 પાલનપુરનો સમાવેશ થાય છે.

હાલમાં 500 ટીમો સર્વેલન્સમાં લાગી
જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગની 500 ટિમો ગામે ગામે સામાન્ય બીમારી હોય તો પણ ચકાસણી માટે નોંધણી કરી સર્વે કરાઈ રહ્યો છે.શહેરી વિસ્તારોમાં સિવિલ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો,તેમજ ગામડાઓમાં પીએચસી અને સીએચસીઓ મળી કુલ 70 સ્થળો પર ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે.રોજના 400 થી 500 ટેસ્ટિંગ થાય છે.

ખાનગી હોસ્પિટલોમાં સપ્તાહમાં 2 શંકાસ્પદ કેસ
શહેરના જાણીતા ફિઝિશિયન ડોક્ટર રેનીસ મેમદાણી જણાવ્યું કે હાલમાં અઠવાડિયામાં બે-ત્રણ કેસ આવી જાય છે અને તે 50 વર્ષથી વધુ ઉંમરના હોય છે રાજ્યમાં પીકઅપ વખતે રોજના 1400 થી 1500 સુધીના કેસ મળતા હતા તેના ત્રીજા ભાગના કેસ મોટા સેન્ટરમાં મળી રહ્યા છે તેની અસર નાના સેન્ટરોમાં પણ થઈ શકે છે. હાલમાં પાટણ જેવા નાના સેન્ટરમા મોટાભાગે લોકો દવાખાને જતા નથી એટલે કેશો દેખાતા નથી. જ્યારે ડોક્ટર કાનજીભાઈ રબારી જણાવે છે કે હાલમાં નહિ જેવી સ્થિતિ છે ક્યારેક શંકાસ્પદ કેસ આવી જાય છે.

દિવસ વાઇઝ કેસ

તારીખકેસ
1 માર્ચ0
2 માર્ચ1
3 માર્ચ1
4 માર્ચ0
5 માર્ચ1
6 માર્ચ1
7 માર્ચ3
8 માર્ચ3
9 માર્ચ2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...