મંજૂરી:મહેસાણામાં 2 સહિત ઉત્તર ગુજરાત.માં 12 બીએસસી નર્સિંગ કોલેજો શરૂ થશે
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવીન કોલેજો શરૂ કરવા મંજૂરી અપાઈ
- કારોબારીમાં બીએસસી નર્સિંગ કોલેજો શરૂ કરવા દરખાસ્ત આવી હતી
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 515 કોલેજો સાથે જોડાણ ધરાવનાર સૌથી મોટી યુનિવર્સિટી છે.ત્યારે નવીન વર્ષમાં પણ ફાયર સેફ્ટીની કોલેજો બાદ હવે સાયન્સના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાત બહાર અભ્યાસ અર્થે જવું ન પડે તે માટે વધુ નર્સિંગ કોલેજોને જોડાણ માટે મંજૂરી અપાઇ છે.
તાજેતરમાં મળેલ કારોબારીની બેઠક બીએસસી નર્સિંગ કોલેજો શરૂ કરવા માટે આવેલ દરખાસ્તો અન્વયે કારોબારી બેઠકમાં એક સાથે ઉત્તર ગુજરાતમાં 12 બીએસસી નર્સિંગ કોલેજોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
BSC નર્સિંગની નવી 12 કોલેજ શરૂ થશે
- જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ,તલોદ,
- જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ,બી.એસ.સી નર્સિંગ ,તલોદ,
- રિદ્ધિ કોલેજ ઓફ નર્સિંગ ,મોતીપુરા ,હિંમતનગર
- સાબર સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ ,વાંદિયોલ ,ભિલોડા
- નવયુગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા, કુવાયડા પો.દેવપુરા , વિજાપુર
- બીએસસી નર્સિંગ કોલેજ ગણેશપુરા, પાલનપુર
- બીએસસી નર્સિંગ કોલેજ ગુંદેલ, ખેડબ્રહ્મા
- શ્રી ટી.એસ.પટેલ બીએસસી નર્સિંગ કોલેજ આંબલીયારા ,બાયડ
- આર.કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ રિસર્ચ સેન્ટર વડુ ,કડી
- શ્રીજી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ ,અરવલ્લી
- આર્ડકતા બીએસસી નર્સિંગ કોલેજ રાધીવાડ ,ખેડબ્રહ્મા
- શ્રીમતી શાંતાબેન શાંતિલાલ કોઠારી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇડર