ફાઈનલ મતદારયાદી:પાટણ જિલ્લાની 4 વિધાનસભા મત વિસ્તારમાં 11,72,653 મતદારો નોંધાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોના મતદારોની આખરી મતદાર યાદી ફાઈનલ થઈ ગઈ છે. પાટણ જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટણ જિલ્લામાં કુલ 11,72,653 મતદારો મતદાન કરી શકશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર 12મી ઓગસ્ટ થી 11મી સપ્ટેમ્બર, દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો . મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. જે અન્વયે પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોના મતદારોની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આજે પ્રસિદ્ધ થયેલી ફાઈનલ મતદાર યાદી મુજબ રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં 1.56,609 પુરુષ મતદારો, 1,46,113મહિલા મતદારો અને અન્ય 6 સહિત કુલ 3,02,728 મતદારો છે.ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં 1,50,641 પુરુષ મતદારો, 1,41,687 મહિલા મતદારો અને અન્ય 1 સહિત કુલ 2,92,429 મતદારો છે. પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 1,57,682 પુરુષ મતદારો, 1,48,791 મહિલા મતદારો અને અન્ય 20 સહિત કુલ 3,06,493 મતદારો છે.સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં 1,39,762 પુરુષ મતદારો,1,31,341મહિલા મતદારો સહિત કુલ 2,71,103 મતદારો છે. પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા માં 6,04,694 પુરુષ અને 5,67,931 મહિલા ઓ અને 27 અન્ય મતદારો મળી કુલ 11,72,653 મતદારો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...