નોટામાં મતન:નોટામાં 11202 અને આપમાં 20193 મતદારોએ મતદાન કર્યું

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ રાધનપુર બેઠક પર 3561 નોટામાં મતદાન કર્યું

પાટણ જિલ્લામાં ચારે વિધાનસભા બેઠક ઉપર એક પણ ઉમેદવાર પસંદ ના હોય તેવા 11,153 મતદારોએ નોટામાં મતદાન કર્યું.ચાણસ્મા બેઠક પર હારેલા ભાજપના પૂર્વે મંત્રીની હારની સરસાઇ કરતા નોટામાં બે ઘણા વધુ મત પડ્યાં હોય ભાજપને જ નુકશાન થતા હારનો સામનો કરવો પડ્યો છે. ચાણસ્મા બેઠક ઉપર માત્ર 1404 મતોની લીડ થી ભાજપના પુર્વે મંત્રીને હરાવી કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી જીત્યા છે.આ બેઠકમાં હારજીતની લીડ કરતા અઢી ઘણા એટલે 3268 મત નોટામાં પડ્યાં તો આપ 7886 મત મળ્યા હોય ભાજપને જ નુકશાન થયું છે.

જો આ મત ભાજપમાં પડ્યાં હોત તો પુર્વે મંત્રી સરસાઇથી જીતી શક્યા હતા.સિધ્ધપુરમાં પણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી શરૂઆતમાં જંગી લીડ થી આગળ વધતા હોય ભાજપની હાર દેખાઈ હતી.પરંતુ સિદ્ધપુર શહેર અને બે ત્રણ ગામમાં માઇનસ જતા ભાજપના બળવંતસિંહ ની માત્ર 2814 મતોથી આશ્ચર્ય જનક જીત થઈ હતી.

ત્યારે આ બેઠક ઉપર 1850 મત નોટામાં અને 2082 મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળતા બંનેના મતનો સરવાળો કરીએ તો 3932 મત થાય જો આ મત બંને માંના પડ્યાં હોત તો ફરી કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચુંટાઈ શકે તેમ હતા. આમ આ બંને બેઠક ઉપર નોટા અને આપની મહત્વની ભૂમિકાને લઈ બંને બેઠકો ઉપર ભારે રસાકસી સર્જાતા ભાજપ કોંગ્રેસ બંનેને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

નોટા અને આપમાં પડેલ મત
પાટણ - 2481 - 7886
સિદ્ધપુર - 1857 - 2082
ચાણસ્મા - 3293 - 7586
રાધનપુર - 3571 - 2639
કુલ 11202-20193

અન્ય સમાચારો પણ છે...