જુગાર રેડ:સંડેર, કાંસા અને રોડાથી રોકડ રૂ.18600 સાથે 11 શકુનિ ઝબ્બે

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસ શરૂ થતાં જ જિલ્લામાં પોલીસની જુગાર રેડ
  • ત્રણ સ્થળે રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 27200નો મુદ્દામાલ જપ્ત

શ્રાવણ માસ શરૂ થતાં જ પોલીસે જિલ્લાના સંડેર, કાંસા અને રોડા ગામ રેડ કરી 11 શકુની ઝડપી લીધા હતા. પાટણના સંડેર ગામે પોલીસે રેડ કરી જુગાર રમતા 4 શકુનીઅોને રોકડ રૂ.10030, 3 મોબાઇલ (કિ.રૂ.2600) મળી કુલ રૂ.12630 મુદ્દામાલ સાથે ઝડપી બાલીસણા પોલીસ મથકે ગુનો નોધાવ્યો હતો. સરસ્વતીના કાંસા ગામે પોલીસે રેડ કરી 4 જુગારીઓને રોકડ રૂ.2370 તેમજ 3 મોબાઇલ (કિ.રૂ.5000) મળી કુલ રૂ.7370 સાથે ઝડપ્યા હતા. હારિજના રોડા ગામે જુગાર રમતા 3 શખ્સોને રોકડ રૂ.6200, 1 મોબાઇલ મળી કુલ રૂ.7200 મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.