ભરતી પ્રક્રિયા:યુનિ.માં ડેપ્યુટી રજિસ્ટ્રાર, નાયબ ઈજેનર અને મુખ્ય હિસાબીની જગ્યા માટે 11 સપ્ટે. ઉમેદવારોના ઇન્ટરવ્યૂ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પહેલા વહીવટી જ્ઞાનની 50 ગુણની કસોટી બાદ 100 ગુણનું ઇન્ટરવ્યૂ લઈ પંસદગી કરાશે
  • મુખ્ય અધિકારીઓની​​​​​​​ કાયમી ભરતી હોય યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા ઈન્ટરવ્યુમાં ફેરફાર : કમિટી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મુખ્ય વહીવટી અધિકારીઓ પૈકી ડેપ્યુટી રજીસ્ટ્રાર , નાયબ ઇજનેર અને મુખ્ય હિસાબી અધિકારી ત્રણેય કાયમી જગ્યાઓની ભરતી માટે આગામી 11 સપ્ટેમ્બર ના રોજ ઇન્ટરવ્યૂ યોજાશે.જેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે હવે ઇન્ટરવ્યૂ ઉમેદવારોના વહીવટી જ્ઞાનની કસોટી અને ઈન્ટરવ્યૂ એમ બે ભાગમાં લેવામાં આવશે.

યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારની ભરતી બાદ હવે ખાલી પડેલ ડેપ્યુટી રજીસ્ટ્રાર , નાયબ ઇજનેર અને મુખ્ય હિસાબી અધિકારી ત્રણેય મુખ્ય કાયમી જગ્યાઓની ભરતી માટે વધુ ઉમેદવારોના હોય મર્યાદિત સંખ્યાને લઈ શરૂઆતમાં કમિટી દ્વારા માત્ર ઇન્ટરવ્યૂ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભરતી કમિટી દ્વારા હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયા બે ભાગ કરાશે.જેમાં પ્રથમ 50 ગુણની ઉમેદવારોની જે તે પોસ્ટની વહીવટી જ્ઞાનની કસોટી પરીક્ષા યોજાશે.બાદમાં 100 ગુણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. કુલ 150 ગુણ માંથી તેમને મેળવેલા ગુણ આધારે ત્રણેય જગ્યા ઉપર ભરતી માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

વહીવટી અનુભવી સાથે લાયકાત વાળાં ઉમેદવારોની પસંદગી માટે બે ભાગમાં ઇન્ટરવ્યૂ લેવાશે : રજિસ્ટ્રાર
રજિસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની 500 થી વધુ કોલેજો અને અઢી લાખ છાત્રો સંબધિત બાબતો અને વહીવટી કામ કરવાની મુખ્ય ત્રણ પોસ્ટ હોય યોગ્ય લાયકાત સાથે અનુભવી અને વહીવટી જ્ઞાન ધરાવતા ઉમેદવારની જ પસંદગી થાય તે માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બે ભાગમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પદ્ધતિથી યુનિવર્સિટીને યોગ્ય ઉમેદવાર મળશે. તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયા સરકારના માર્ગદર્શન અને નિયમ મુજબ જ થઈ રહી છે. અને સમગ્ર ભરતી પ્રક્રિયાની વિગતો પણ સરકારમાં મુકાઇ રહી છે. ઉમેદવારો બિનચિંતિત રહે પારદર્શક ભરતી પ્રક્રિયા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...