જૂથ અથડામણ:રાધનપુરના દેવ ગામમાં બે જૂથ આમને સામને આવી જતા 11 લોકો ઘાયલ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલોને રાધનપુર અને ધારપુર રીફર કરવામાં આવ્યા

પાટણના રાધનપુર તાલુકાના દેવ ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મોડી સાંજે અથડામણ થતા બંને જૂથના મળી 11 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને રાધનપુર અને ધારપુર રીફર કરવામાં આવ્યા છે.

11 લોકોને ઈજા પહોંચતા 2ની હાલત ગંભીરરાધનપુર તાલુકા ના દેવ ગામે એક જ સમાજ ના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર મારામારીનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ સર્જાતા 11 જેટલા લોકો ઘાયલ થયા હતા જેમાંથી 2 લોકોને વધુ ગંભીર ઈજા પહોંચતા ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા છે બાકી ના તમામ રાધનપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે.

ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ દેવગામ પહોંચી છે. સ્થિતિ વકરે નહીં તે માટે ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...