પાટણ જિલ્લામાં શુક્રવાર અને શનિવારે 8 સ્થળ પર પોલીસે રેડ કરી રૂ.1,37,450ની ચાઈનિઝ દોરીની 389 ફીરકીનો જથ્થો પોલીસે પકડી પડ્યો છે. 11 શખ્સોની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામથી રૂ.1600ની ચાઈનિઝ દોરીની 8 ફીરકી સાથે પ્રહલાદભાઈ નાગરભાઈ રાઠોડ પકડાયો હતો.પાટણ શહેરમાંથી રૂ.4,700ની ચાઈનિઝ દોરીની 17 ફીરકી સાથે આતિશ અશોકભાઈ પટણી,રૂ.400ની ચાઈનિઝ દોરીની 2 ફીરકી સાથે ઋષિકેશ મહેશભાઈ પ્રજાપતિ અને રૂ.9,000ની ચાઈનિઝ દોરીની 30 ફીરકી સાથે રામુભાઈ ભુપેન્દ્રભાઈ પટણી અને નરેશભાઈ ભુપેન્દ્રભાઈ પટણીને ઝડપી ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરમાં શ્રમજીવી સોસાયટી પાસેથી રૂ.8700ની ચાઈનિઝ દોરીની 35 ફીરકી સાથે જગદીશ સુરેશભાઈ ઠાકોર અને જગદીશ ઠાકોરે ચાઈનિઝ દોરી જુનાગંજ બજારમાં આવેલી આશિષ પતંગ નામની દુકાનના વેપારી આર્યન મોદીએ આપી હતી.
સરસ્વતી તાલુકાના અબલુવા ગામે પોલીસે ચામુંડા કિરાણા દુકાનમાંથી રૂ.400ની ચાઈનિઝ દોરીની બે ફીરકી સાથે વિષ્ણુજી સરતાનજી ઠાકોર,વારાહી ગામે રૂ.4050ની ચાઈનિઝ દોરીની 18 ફીરકી અને 15 કુકડા સાથે નિકુલ પ્રભુભાઈ દરજી પકડાયો હતો. જ્યારે શનિવારે સરસ્વતી તાલુકાના કોઇટા ગામે એલસીબી પોલીસે રૂ.1,08,600 ની ચાઈનિઝ દોરીને 277 ફિરકીના જથ્થા સાથે કોઇટાના રામજી ઉર્ફે પીન્ટુ ડાયાજી ઠાકોર, દોરીનો જથ્થો આપનાર રાહુલજી ભરતજી ઠાકોરને પકડી પાડ્યા હતા.
7 દિવસમાં 950 ફીરકી સાથે 46 શખ્સો પકડાયા
જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જણાવ્યું કે 7 દિવસમાં પાટણ જિલ્લામાંથી કુલ રૂ 243745 ની ચાઈનિઝ દોરી ની 950 ફીરકી સાથે 46 આરોપીઓ પકડાયા છે અને તેમની સામે 43 ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ચાઈનિઝ દોરી સાથે પકડાયેલા શખ્સોની તપાસ કરી તેમને જે લોકોએ દોરી આપી છે તેમની સામે પણ કાર્યવાહી થશે એટલું જ નહીં જે લોકો ચાઈનિઝ દોરી થી પતંગ ચગાવતા પકડાશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ઉતરાયણના દિવસે પણ પોલીસની ડ્રાઇવ ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.