વાલીઓએ રાહતનો શ્વાસ લીધો:યુક્રેનમાં ફસાયેલા પાટણના 11 વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ વતન પરત ફર્યા, પરિવારોમાં ખુશીનો માહોલ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા 128 વિદ્યાર્થીઓ સહી સલામત પોલેન્ડની બોર્ડર ક્રોસ કરીને સુરક્ષિત સ્થળે આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટેની ઓપરેશન ગંગા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે યુક્રેનના જુદાં જુદાં શહેરમાં રહેતા પાટણના 11 જેટલા વિદ્યાર્થીઓ વતને આવી પહોંચતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભારત સરકારના અપરેશન ગંગા હેઠળ યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ફસાયેલા યુક્રેનમાં જુદ્દાજુદા શહેરમાં રહેતા પાટણના 11 વિદ્યાર્થીઓ મોડી રાત્રે બસ મારફતે પાટણ આવી પહોંચ્યા હતા. જેમને જોઈને માતા પિતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા, જે ઘરે આવી પહોંચતા વાલીઓની ચિંતા દૂર થઈ હતી.

આ વિદ્યાર્થીઓ ઘરે આવ્યા
- પાર્થ નરેન્દ્ર ભાઈ પટેલ
- ઋષિક મુકેશભાઈ ઓતિયા
- શિવમ ભાવેશભાઈ પટેલ
-વૈદિક જગદીશભાઈ રાણા
-બાદલ બ્રિરેન પટેલ
-પ્રિયા પિનાકીનભાઈ પટેલ
- નિયતિ કલ્પેશભાઈ પટેલ
- અતિત બાબુભાઇ પટેલ

યુક્રેનમાં બોર્ડર પાર કરવું એ ભયજનક સ્થિતિ રહી
વિદ્યાર્થી પાર્થે જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ થી લઈ બોર્ડર ક્રોસ કરતા સમય અતિશય ભયભીત માહોલ રહ્યો.અનેક મુશ્કેલી પડી પરંતુ અંતે બોર્ડર ક્રોસ કર્યા બાદ ભારત સરકારની તમામ પ્રકારની મદદ મળતા સુરક્ષિત ઘરે પહોંચ્યા છીએ.

સંતાનોને જોઈ હતાશ વાલીઓના ચહેરા હરખાયા
વાલી પટેલ નરેન્દ્ર ભાઈએ જણાવ્યું કે અમારું સંતાન સુરક્ષિત ઘરે આવી ગયું બસ એજ અમારા માટે બધું છે.તેને જ મુશ્કેલી વેઠીએ યાદ કરીને ઉદાસ થઈ જવાય છે.વાલી મુકેશભાઈએ જણાવ્યું કે અમારો પુત્ર 7 દિવસ જીંદગી માટે જંગ લડીને આવ્યો છે.ઘરે સુરક્ષિત પહોંચતા હવે અમને નિરાંતે ઊંઘ આવશે.

અન્ય સમાચારો પણ છે...