કાર્યવાહી:હારીજની વાદી વસાહતમાં કિશોરી સાથે અમાનવીય કૃત્ય આચરનારા વધુ 11 આરોપીઓને જેલ હવાલે કરાયા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 35 લોકો સામે ગુનો નોંધાયો હતો, હજી પણ એક આરોપી પોલીસ પકડથી દૂર

હારીજ વાદી વસાહતમાં કિશોરી સાથે બનેલી અમાનવીય કૃત્યોની ઘટનામાં પોલીસ પકડથી દૂર રહેલા 11 આરોપીઓ પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે તેમની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને સુજનીપુર સબજેલમાં મુકવા આદેશ કર્યો હતો.

તાજેતરમાં હારીજ વાદી વસાહતમાં એક કિશોરી અને યુવક ઘરેથી ભાગી જતા સમાજના લોકોએ બંનેને શોધી પાછા લાવી સમાજના રૂઢિગત પરંપરા મુજબ માથામાં મુંડન કરી મોઢું કાળું કરી જાહેરમાં ફેરવી અમાનવીય સજા આપી હતી. જેમાં 35 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. તે પૈકી 23 શખ્સોને પોલીસે અગાઉ પકડી લીધા હતા 12 આરોપી ઓ પોલીસ પકડથી દૂર હતા.

તે પૈકી 11 આરોપી પોલીસ સમક્ષ રજુ થતા તેમની અટકાયત કરી હતી અને હારીજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને સુજનીપુર સબજેલમાં મુકવા માટે આદેશ કર્યો હતો જોકે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...