રસીકરણ:દિવાળી પહેલા 11 લાખ લોકોને કોરોના વેક્સિનો પ્રથમ ડોઝ આપી દેવાશે : તંત્ર

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ જિલ્લામાં હજુ 2.78 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી જ નથી

પાટણ જિલ્લામાં દિવાળી પહેલા તમામ 11 લાખ ઉપરાંત લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરી રસીકરણ અભિયાનને સઘન બનાવ્યું છે.જો કે, હજુ 2.78 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી એટલે હાલની સ્થિતિએ 75.16 ટકા લોકોએ રસી લીધી છે.

પાટણ જિલ્લામાં 11,20,001 લોકોને રસી આપવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો છે.તે પૈકી 8,41,803 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.જેમાં 45 વધુ ઉંમરના 3,41,710 અને 18થી 44 વર્ષના 4,76,048 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે એટલે કે 75.16 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.

હજુ 24.84 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી. તે જ રીતે 5,06,040 લોકોને બીજો ડોઝ આપવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો છે. તે પૈકી 4,45,580 લોકોએ બીજો ડોઝ લીધો છે.જેમાં 45 વધુ ઉંમરના 2,31,091 અને 18 થી44 વર્ષના 1,90,770 લોકોએ બીજો ડોઝ લીધો છે એટલે કે 88.05 ટકા લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.

બે લાખથી વધુ લોકોએ સ્થળાંતર કર્યુ છે: ડીડી ઓ
જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના અંત સુધીમાં એટલે કે દિવાળી પહેલા જિલ્લામાં તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી કોરોના સામે સુરક્ષિત કરવા માટે આયોજન કર્યું છે ત્યારે રસીકરણ કેન્દ્રો વધારી 500 જેટલા કર્યા છે.નવરાત્રિમાં રાત્રિના સમયે ગરબા મહોત્સવ પર રસી અપાય છે. રજાના દિવસે પણ કર્મચારીઓની રજા રદ કરી વેક્સિન કામગીરી ચાલુ રાખી છે. ગ્રામ સભાઓ કરવામાં આવે છે. જે લોકોએ રસી લીધી નથી તેમની ગ્રામ્ય કક્ષાએ યાદી તૈયાર કરી છે બહાર રહેતાં લોકો નવરાત્રિમાં ગામમાં આવતા તેમને રસી અપાય છે બે લાખથી વધુ લોકોએ સ્થળાંતર કરેલું છે.

અન્ય સમાચારો પણ છે...