ઉજવણી:પાટણના રાપરિયા હનુમાનજી મંદિરે 11 કુંડી યજ્ઞ યોજાઓ, રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્રિત કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્વજા રોહણ, ગદા પૂજન, પાદુકા પૂજન, મહાઆરતી સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો

પાટણના રાધનપુર હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે 11 કુંડું સાથે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજા રોહણ, ગદા પૂજન,પાદુકા પૂજન,મહા આરતી સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. હનુમાનજી મહોત્સવ અંતર્ગત પાટણ ભૂમિ વોલેન્ટરી બ્લડ બેન્કના સહયોગ થકી 102 બોટલ રક્ત એકત્રિત કરી હતી.

હનુમાનજી દાદાને 156 ભોગનો અન્નકૂટ ધરાવવામાં અકવ્યો હતો અને ધર્મસભા યોજાઈ હતી.ધર્મ સભામાં મહંત શ્રી બાલકદાસ બાપુ,ગોપાલદાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. ભોજનદાતા ગોપાલદાસ વૈષ્ણવએ મહાઆરતી સહિત દાતાઓ દાનનો ધોધ વહેવડાવ્યો હતો.

સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ, મંત્રી પ્રવીણભાઈ સાધુ, ભીખાભાઇ સાધુ, યુવા પ્રમુખ પિન્ટુભાઈ સાધુ, મંત્રી રાજુભાઇ સાધુ અને રક્તદાનમાં જહેમત ઉઠાવનાર હરેશભાઈ સાધુ વગેરે સમાજના ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્મોત્સવ ઉજવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...