કોરોના સંક્રમણ:સિદ્ધપુરમાં નર્સિંગની છાત્રા સહિત જિલ્લામાં 11 સંક્રમિત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણમાં 5, સિદ્ધપુરમાં 4,ખળી અને મૂડવાડામાં 1-1 કેસ

પાટણ જિલ્લામાં જુલાઇના આરંભથી કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરતા એકી સંખ્યામા આવતા કેસનો આંકડો 20 ના આંકડાની નજીક આવવા લાગ્યો છે. ગુરુવારે ચોથી લહેરમાં સૌથી વધુ પ્રથમવાર 19 કેસ નોંધાયા બાદ ફરી શુક્રવારે કેસનો આંકડો થોડો ઘટી સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થી સહિત નવાં 11 કેસ નોંધાયા હતાં.જેમાં પાટણ શહેરમાં 5 સિદ્ધપુર શહેરમાં 4 અને તાલુકામાં 2 મળી 6 કેસ નોંધાયા હતા.સામે જિલ્લામાં 11 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

પાટણ શહેરના રામનગરમાં 35 વર્ષના 2 પુરુષ અને 21 વર્ષનો પુરૂષ, મોજા ફેકટરીમાં 43 વર્ષનો પુરુષ, બી. ડી.હાઇસ્કુલ પાસે 40 વર્ષની મહિલા, સિદ્ધપુર શહેરમાં નર્સિંગ કોલેજમાં 18 વર્ષનો વિધાર્થી, તિરુપતિનગરમાં એક મહિલા, બ્રહ્મપોલ વિસ્તારમાં 80 વર્ષના પુરુષ, તાલુકામાં ખળી અને મૂડવાડા ગામમાં 2 મહિલા કોરોના સંક્રમિત થયા હતાં.જિલ્લામાં 1655 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 પોઝિટિવ આવ્યા હતા. વધુ 11 દર્દીઓ સ્વસ્થ થવાં પામ્યા હતા. એક્ટિવ કેસ 59 પર પહોંચ્યો હતો. હાલ એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

8 દિવસમાં 70 કેસ,સરેરાશ રોજ 9 લોકો સંક્રમિત થાય છે
પાટણ જિલ્લામાં જૂન મહિનામાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ હતી જેમાં રોજ સરેરાશ એક - બે કે પાંચ સુધી કેસ નોંધાતાં મહિનામાં ફક્ત 45 કેસ એટલે કે સરેરાશ જોઇએ તો પણ રોજના 2 લોકો કોરોના સંક્રમિત થતાં હતાં. જેની સામે જુલાઈ માસમાં 8 દિવસમાં 70 કેસ નોંધાતા સરેરાશ જોઇએ તો રોજ 9 લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...