તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાણસ્માના દેલમાલ અને રાધનપુરના પીંપળીથી 11 જુગારી ઝડપાયા, 3 ફરાર

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસની બે રેડમાં રોકડ, મોબાઇલ, બાઇક સહિત કુલ રૂ.61480 મુદ્દામાલ જપ્ત

જિલ્લામાં મંગળવારે પોલીસે જુગારની બે રેડ કરી હતી. જેમાં ચાણસ્માના દેલમાલ ગામે પોલીસે રેડ કરી 3 જુગારીઓેને ઝડપી પાડ્યા હતા અને એક ફરાર થઈ ગયો હતો. તો રાધનપુરના નાની પીંપળી ગામેથી પોલીસે આઠ જુગારીઓને ઝડપ્યા હતા. એક જુગારી ફરાર થઈ ગયો હતો. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે જુગાર રમતો હોવાની બાતમી અાધારે મંગળવારે પોલીસે રેડ કરી ત્રણ જુગારીઓને રોકડ રૂ.10380 સાથે ઝડપી પાડ્યા હતા.

જ્યાં બે જુગારીઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે રાધનપુર તાલુકાના નાની પિપળી ગામે રહેણાક વાળા ખેતરમાં ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી અાધારે પોલીસે રેડ કર અાઠ શખ્સોને રોકડ રૂ. 19100 તેમજ 5 મોબાઇલ ફોન , અેક બાઇક સહિત કુલ રૂ. 51100 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યાં એક જુગારી ફરાર થઇ ગયો હતો

ઝડપાયેલા જુગારીઓનાં નામ
દેલમાલ : રાવળ સતીષભાઇ દેવભાઇ રહે.દેલમાલ, ઠાકોર નટવરજી રૂપસીજી રહે.દેલમાલ, દેવિપૂજક સુરેશભાઇ લક્ષ્મણભાઇ (રહે. ગાલ્લા (રસુલપુરા), સોલંકી અલ્પેશ અશોકભાઇ (ફરાર) રહે.દેલમાલ, રાવળ સચિનકુમાર સતિષકુમાર (ફરાર) રહે.દેલમાલ

નાની પીંપળી : ઠાકોર ગેલાભાઇ વિરજીભાઇ, પંચાલ લુહાર રામાભાઇ રહે.સરકારપુર, રાવળ રમેશભાઇ ગાડાભાઇ રહે.શબ્દલપુરા, રાવળ ચંદુભાઇ મફાભાઇ રહે.કાંકરેજ, રાવળ સરતાનભાઇ દેવજીભાઇ રહે.બાબરી, ઠાકોર જયંતીભાઇ રામશીભાઇ, રાવળ અભિમન્યુ પાંચાભાઇ, ઠાકોર ભરતભાઇ લેબાભાઇ અને રાવળ બાબુભાઇ રાભાભાઇ(ફરાર) રહે. નાની પીપળી

અન્ય સમાચારો પણ છે...