ઉમેદવારી ફોર્મ:પાટણ જિલ્લામાં 230 ફોર્મનું વિતરણ સામે 11 ફોર્મ ભરાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ચાણસ્મા બેઠક પર ભાજપમાંથી દિલીપ ઠાકોર, પાટણમાં આપમાંથી લાલેશ ઠક્કરે,અપક્ષમાંથી 1 ફોર્મ ભરાયું

પાટણ જિલ્લામાં મંગળવારે 4 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.અત્યાર સુધીમાં કુલ 230 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જેમાં સોમવારે 7 અને મંગળવાર રોજ 4 મળી કુલ 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. પાટણની ચારેય બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે.

ચાણસ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપભાઈ ઠાકોરે સમી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે પાટણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશભાઈ ઠક્કરે મામલતદાર કચેરી ખાતે બે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા જ્યારે પાટણ બેઠક પર અપક્ષ તરીકે રવિકુમાર દશરથભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી હતી.

લાલેશ ઠક્કર સંપત્તિ
નામ : લાલેશભાઈ ઠક્કર
બેઠક : પાટણ
પક્ષ : આમ આદમી પાર્ટી
કુલ સંપત્તિ : (1,16,03,049)
વાર્ષિક આવક : વર્ષ -21-22 : (5,09,690)
વર્ષ :2017(5,00,968)
ગુના : કોઈ નથી
જર જવેરાત: સોનું 2.50 લાખ

અન્ય સમાચારો પણ છે...