પાટણ જિલ્લામાં અરજદારોને પોલીસ સ્ટેશન સુધી લાંબું ના થવું પડે અને ઘરે બેઠા જ પોતાની સાથે બનેલ ગુનાહિત પ્રવૃત્તિ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે 8 માસ અગાઉ લોન્ચ કરેલ પોર્ટલમાં 8 માસમાં વાહન અને મોબાઈલ ચોરીની કુલ 101 ઓનલાઇન ફરિયાદ નોધાઇ છે.પોલીસ દ્વારા તપાસ કરતાં તેમાંથી 63 ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
જેમાંથી 24 જેટલી ફરિયાદમાં વાહન અને મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનાના ભેદ ઉકેલ્યા છે.તો 39 ફરિયાદોની હાલમાં તપાસ ચાલી રહી છે તેમજ અન્ય 38 ફરિયાદમાં તપાસના અંતે તથ્ય ના જણાતા ફાઇલ કરી દેવાઈ છે. બાકી રહેલ 38 ફરિયાદોમાં પોલીસ દ્વારા સ્વતંત્ર પૂછપરછ સાથે ફરિયાદની હકીકત તપાસ કરતા તેમાં કોઈ તથ્ય ના મળી આવતા અરજી સમાન ફાઈલ કરી દેવામાં આવી છે.
મોબાઇલ ચોરીમાં પાટણ જિલ્લાના તારીખ 01/07/2022થી 03/03/2023 સુધી 14 પોલીસ મથકે ઇઅેફઅાઇઅાર દ્વારા મોબાઈલ ચોરીની 59,વાહનચોરીની 42 અરજી અાવી હતી. જેેમાં 25 મોબાઈલ અને 38 વાહન ચોરીનો ગુનો નોંધ્યો છે.
ઈ-FIRને ફરિયાદ કરવાની કામગીરીમાં પાટણ બીજા ક્રમે
- પાટણ પોલીસ અધિક્ષકની કચેરીમાં કોમ્પ્યુટર બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ઈ એફ આઈ આર ની અરજી આધારે ગુના દાખલ કરવામાં કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર વેસ્ટ રેલવે અમદાવાદ પોલીસને પ્રથમ 65.36 ટકા આપ્યો છે અને બીજો રેન્ક પાટણ જિલ્લા પોલીસને 62.38 ટકા આવ્યો છે આ દરમિયાન બાકીના જિલ્લાઓમાં 25 ટકાથી નીચો એવરેજ રહ્યો હતો. ઓનલાઇન ફરિયાદ આધારે ગુના દાખલ કરી સારી કામગીરી કરવામાં પાટણ જિલ્લો અગ્રેસર રહ્યો છે.
ભાવનગરથી યુવકે સિદ્ધપુરમાં ફરિયાદ નોંધાવી
ભાવનગરમાં રહેતા યાગ્નિક સુરેશભાઈ પંડ્યા જેસલમેર વાહન મારફતે કેમ્પ લઈને જઈ રહ્યા હતા. રાત્રે રોકાણ અર્થે સિદ્ધપુર જંબેશ્વર હોટલ ખાતે રોકાયા હતા. જ્યાં મોબાઈલ તસ્કર ચોરી કરી લઈ જતાં 5 દિવસ બાદ ભાવનગર ખાતે જઈ ઘરે બેઠા જ સિદ્ધપુર પોલીસમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ માટે સ્પેશિયલ 400 કિલોમીટર ધક્કો ખાવો પડ્યો ન હતો.
પોલીસ સ્ટેશન વાઈઝ ઈ-FIR
સ્ટેશન | કુલ | દાખલ | ફાઇલ |
રાધનપુર | 36 | 28 | 8 |
પાટણ બી ડિવિઝન | 22 | 9 | 13 |
પાટણ A ડિવિઝન | 11 | 5 | 6 |
સિધ્ધપુર | 9 | 8 | 1 |
ચાણસ્મા | 8 | 6 | 2 |
શંખેશ્વર | 3 | 1 | 2 |
પાટણ તાલુકા | 2 | 0 | 2 |
સરસ્વતી | 2 | 1 | 1 |
કાકોશી | 2 | 2 | 0 |
હારીજ | 2 | 2 | 0 |
બાલીસણા | 1 | 0 | 1 |
વાગડોદ | 1 | 0 | 1 |
સમી | 1 | 0 | 1 |
વારાહી | 1 | 1 | 0 |
કુલ | 101 | 63 | 38 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.