સરસ્વતી તાલુકાના ધારૂસણ અને રેચવી ગામોમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100 ટકા રસીકરણ પૂર્ણ થવા પામ્યું છે. જ્યારે તાલુકાના 9 ગામમાં 90 ટકાથી ઉપર રસીકરણ થયું છે. જે ગામના સરપંચ, આરોગ્ય વિભાગ, આંગણવાડી બહેનોએ જાગૃતતા લાવવા લોકોને સમજાવ્યા હતા. ધારૂસણ અને રેચવી ગામે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ગ્રામજનોમાં જાગૃત તા લાવી ઘરે ઘરે જઈને પણ રસી આપતા બન્ને ગામમાં 100 ટકા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ પૂર્ણ થવા પામ્યું છે.
સરસ્વતી તાલુકાના ગામડાઓમાં વેક્સિન પ્રત્યે ભય દૂર કરવા ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ સાથે આરોગ્ય વિભાગના એફ.ડબલ્યુ.એચ, આંગણવાડી બહેનો, તેડાગર બહેનો દ્વારા લોકોમાં જાગૃતતા લાવી 45 વર્ષથી ઉપરના લોકોને સમજાવી વેક્સિન લેવા માટે તૈયાર કર્યા હતા. જેમા ધારૂસણ અને રેચવીમાં 100 ટકા રસીકરણ થયું છે અને કિમ્બુવા 95 ટકા અને ધનાસરા, લોધી, અજીમણા, એંદલા, બાલવા, બેપાદર, વધાસર અને ચારૂપ ગામમાં 90 ટકાથી વધુ રસીકરણ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું થયું છે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ચાર્જ મિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.