તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન મથકો વધારાયાં:તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે નવાં100 મતદાન મથક વધ્યાં

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વર્ષ 2015ની સરખામણીએ જિલ્લામાં મતદાન મથકો વધારાયાં
 • 919 મતદાન મથકોથી વધી આ વખતે ચૂંટણીમાં 1019 મથકો પર મતદાન થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો સહિતની આખરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિધાનસભા મતદાર યાદી પરથી મતદાન મથકો નક્કી કરાયા છે. જેમાં આ વખતે 100 મતદાન મથકોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં 18 મતદાન મથકો, રાધનપુર અને સરસ્વતી તાલુકામાં 15 મતદાન મથકો, ચાણસ્મા 10, સિધ્ધપુર, હારીજ અને શંખેશ્વરમાં 8 મતદાન મથકો, સમી-સાંતલપુર તાલુકામાં ચાર મતદાન મથકોનો વધારો થયો છે. વર્ષ 2015ની ચૂંટણીમાં 919 મતદાન મથકો પર મતદાન થયું હતું. જ્યારે 2021ની ચૂંટણીમાં 1019 મતદાન મથકો પર મતદાન થશે.

મતદાનમથકો
તાલુકો20212015
પાટણ132114
સરસ્વતી159144
સિદ્ધપુર143125
ચાણસ્મા120110
હારીજ8072
સમી10399
શંખેશ્વર6658
રાધનપુર10590
સાંતલપુર111107
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો