પાટણ જિલ્લામાં ગતરાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો ત્યારે બીજી તરફ સાંતલપુરના ધોકાવાડામાં ખેતર વચ્ચે કાપણી કરેલા 100 મણ જીરુના પાકમાં વીજળી પડતા આગ લાગી હતી. જેથી ખેડૂત નો જીરુંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.
ખેડૂતને ભારે નુકસાન
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટાં વરસ્યાં છે ત્યારે પાટણમાં પણ રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ વચ્ચે સાંતલપુર તાલુકાના ધોકાવડા ગામે રહેતા ખેડૂત આહીર આણંદાભાઇ પાંચાભાઈ પોતાના ખેતરમાં વાવેતર કરેલા જીરાનો પાક તૈયાર થતા કાપણી કરી ખેતરમાં 100 મણ જેટલો જીરાના પાકનો ઢગલો કરી રાખ્યો હતો. રાત્રે વાતાવરણ પલટો આવતા રાત્રે વીજળી જીરાના ઢગલા પર પડતા ખેડૂતના તૈયાર થયેલા જીરાનો 100 મણ જેટલો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.