સન્માન સમારોહ:100 ગોળ રોહિત સમાજ પાટણ દ્વારા સમાજના કર્મચારીઓ-અધિકારીઓ અને તેજસ્વી તારલાઓનો સન્માન- સ્નેહમિલન સમારોહ યોજાયો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી અને સાલ ઓઢાડીને સન્માનિત કરાયા

સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ અને 100 ગોળ રોહિત સમાજ પાટણના ઉપક્રમે સમાજના કમૅચારીઓ તેમજ તેજસ્વી તારલાઓનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેનશન હોલ ખાતે આજે યોજવામાં આવ્યો હતો.

100 ગોળ રોહિત સમાજના પ્રમુખ હરેશભાઈ અમીને સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. સંત શિરોમણી રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ અને 100 ગોળ રોહિત સમાજ પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાઓ સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તારલાઓને તેમજ નવા નોકરીએ લાગેલા અને નિવૃત થયેલા અધિકારી- કમૅચારીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાથે સાથે દિપાવલી પર્વ નિમિત્તે આયોજિત સ્નેહ મિલન સમારોહ પ્રસંગે પરસ્પર નવા વષૅની શુભકામનાઓ પાઠવી સૌ સાથે મળી, સંગઠન મજબૂત બનાવી શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે સમાજને હાકલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધિક કલેકટર ગાંધીનગર અમૃતલાલ આર. પટેલ, અધિક નિવાસી કલેક્ટર પાટણ એન.ડી.પરમાર, અદાણી ગ્રુપના ડેપ્યુટી જનરલ મેનેજર મહેન્દ્ર એમ.સોલંકી, આરએમઓ દાહોદ ડો. કે.એન.મહેતા, મદદનીશ પશુપાલન નિયામક ડો. નરેન્દ્ર એ.પરમાર, ડો. સાહિલ જી. ડોડીયા, ડો.ચેતન સર્વાકર, ઓએનજીસીના ડે.જનરલ મેનેજર એચ.જે.પરમાર, એડવોકેટ, નોટરી પ્રવીણ જી.પરમાર, નરેશ પરમાર, પ્રવીણ રાઠોડ, ડી.ડી.પરમાર, અજય પરમાર, કીર્તિ ગાંભૂકર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, બિલ્ડરો સહિત સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...