તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરી:પાટણ જિલ્લાના 10 બેરોજગાર નેશનલ રમતવીરોએ નોકરી માટે અરજી કરી

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગાર ખેલાડીઓ માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ

પાટણ જિલ્લામાં નેશનલ કક્ષાની રમતોમાં મેડલ મેળવેલ ખેલાડીઓને રોજગાર મળે તેવા આશ્રયથી રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેલાડીઓ પોતાની શૈક્ષણિક લાયકાત અને રમત ગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ સાથે ફોર્મ ભરવાનું રહેશે. જેના આધારે રમત ગમત વિભાગ દ્વારા કંપનીઓ, ખાનગી અને સરકારી સંસ્થાઓ અથવા એજન્સીઓમાં તેમને રોજગારી મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 ખેલાડીઓએ ફોર્મ ભર્યા છે.

પાટણ જિલ્લામાં રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેલાડીઓ ફોર્મ ભરી તેમની વિગતો રાજ્યકક્ષાની કચેરીઓ મોકલવામાં આવી રહી છે. આવા રમતવીરોની યાદી તૈયાર કરી જિલ્લા અથવા રાજ્યમાં જ્યાં સ્પોર્ટસની સ્પેશ્યલ જગ્યાઓ ફાળવામાં આવેલ હોય અથવા કોઈ મોટી કંપનીઓ અને એજન્સીઓમાં નોકરીની તકો મળે માટેનું આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે. જેથી જિલ્લા વિભાગ દ્વારા ખેલાડીઓને ફોર્મ ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં 10 ખેલાડીઓએ ફોર્મ ભર્યા છે. આ કેન્દ્રમાં ખેલાડીઓને બોલાવી તેમને પ્રોત્સાહન મળે માટે તેમને રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આગામી 15 દિવસમાં એક ભરતી મેળો યોજીશું જેમાં ખેલાડીઓને નોકરી માટે તકો ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...