તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ ટેસ્ટિંગ:ધારપુર સિવિલમાં 1 લાખ ટેસ્ટમાં 10 હજાર પોઝિટિવ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેડિકલ કોલેજ લેબમાં 1 લાખ ટેસ્ટિંગની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
મેડિકલ કોલેજ લેબમાં 1 લાખ ટેસ્ટિંગની ઉજવણી કરવામાં આવી હતી.
  • ઓછા સ્ટાફમાં વધારે ટેસ્ટ કરાયા, લોકોને અમદાવાદની રઝળપાટ ટળી

ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા બાદ મેડિકલ કોલેજ દ્વારા તાબડતોડ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવી હતી. જેને મે મહિનામાં એક વર્ષ પૂરું થયું છે. જેમાં અત્યાર સુધીમાં 1,00,498 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને 10660 કોરોના પોઝિટિવ દર્દી શોધી કાઢવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે પ્રથમ લહેરમાં 10 માસમાં 55% સેમ્પલ ટેસ્ટિંગ કરાયું હતું. જ્યારે માર્ચ 2021 પછીની બીજી લહેરના માત્ર ચાર માસમાં 45% સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાટણ લેબ દ્વારા શોધી કાઢવામાં આવેલા 7854 પોઝિટિવ દર્દીઓ પૈકી 5250 તો માત્ર બીજી લહેરમાં જ મળ્યા હતા.

ઓછા સ્ટાફમાં સારી યશસ્વી કામગીરી થઈ
શુક્રવારે એક કાર્યક્રમમાં ડીન ડો. યોગેશાનંદ, એક માત્ર બાયોલોજીસ્ટ ડો. વિપુલ ખખ્ખર, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ રામાવતની હાજરીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામીના જણાવ્યા મુજબ ખૂબ જ ઓછા સ્ટાફમાં આ કામગીરી કરવામાં આવી છે. બીજી લહેરમાં ટેકનિશિયન વધતા કોઈ તકલીફ પડી નથી.

અમદાવાદની રઝળપાટ મટી
પાટણ જિલ્લામાં અત્યારે સુધીમાં 10660 પોઝિટિવ સંક્રમિત નોંધાયા છે. આ પૈકી 7854 ધારપુર મેડિકલ કોલેજ માઇક્રોબાયોલોજી વિભાગની લેબોરેટરીમાં પરીક્ષણ થયેલા છે. આ સિવાય 2806 પોઝિટિવ દર્દી અમદાવાદ ખાતે સરકારી લેબોરેટરી અથવા ખાનગી લેબમાં મળી આવેલા છે. જેમાં ધારપુર લેબ શરૂ થયા પહેલાંના કેસનો પણ સમાવેશ થાય છે. જે રઝળપાટ બંધ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...