તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ચોમાસુ ખેતીમાં 10 હજાર ડીએપી અને 20 હજાર મેટ્રીક ટન યુરિયા ખાતરનો ઉપયોગ થશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ થયા બાદ જિલ્લામાં ખાતરની ખરીદી શરૂ કરવામાં આવશે

ચોમાસુ નજીક આવતા પાટણ જિલ્લામાં ખેડૂતોએ બીટી કપાસ સહિત ચોમાસુ ખેતી કરવા માટે તૈયારીઓ કરી દીધી છે.જગત નો તાત હવે વરસાદની રાહ જોઈ રહ્યો છે. સહકારી સંઘો મંડળીઓ અને ડીલરોએ બિયારણ અને ખાતર ના વેચાણ માટે તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે પાટણ જિલ્લામાં ચોમાસુ પાક માં 10000 મેટ્રિક ટન ડીએપી અને 20000 મેટ્રિકટન યુરિયા ખાતર નો વપરાશ થવાની શક્યતા છે.

પાટણ જિલ્લામાં ચાણસ્મા પાટણ સરસ્વતી સિધ્ધપુર પંથકમાં બીટી કપાસનું વધારે વાવેતર થાય છે જેના કારણે આ વિસ્તારમાં પાયાના ખાતર ની માંગ વધારે રહે છે. હારીજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં જુવાર બાજરી અડદ મગ મઠ જેવા પાકોનું વાવેતર થાય છે જેના કારણે આ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં ખાતરની માગ ઓછી રહે છે.

ખેડૂતો સુધી ખાતર પહોંચે તે માટે નવ તાલુકામાં નવ સહકારી સંઘ અને 45 જેટલી મંડળીઓ અને 450 જેટલા ડીલરો છે. ઇફકો કૃભકો જીએસએફસી અને જીએનએફસી કંપની દ્વારા સહકારી સંસ્થાઓ અને ડીલરોને ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. મે માસથી સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હાલમાં કોરોના ના કેસ ઘટતા લગ્નની સિઝન ચાલતી હોવાથી હજુ ખાતરની ખરીદી શરૂ થઈ નથી .

અન્ય સમાચારો પણ છે...