પરેશાની:પરીક્ષા પૂર્વેના મોક ટેસ્ટમાં ફોટો ન પડતાં 10 % વિદ્યાર્થીઓ લોગ ઈન ન થઈ શક્યા

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોફ્ટવેરમાં ક્ષતિથી મોક ટેસ્ટ અને પરીક્ષાની તારીખો બદલવાનો સિલસિલો યથાવત
  • પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન 3262 પૈકી 2620 લોગી ઈન થયા, 2495 છાત્રોએ ટેસ્ટ પૂર્ણ કર્યા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 31 ઓગસ્ટથી શરૂ થનાર પરીક્ષાઓના મોક ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતમાં છાત્રોના સોફ્ટવેરમાં ફોટો ન પડતા એન્ટર ન થઇ શકતા મુશ્કેલી ઉભી થવા પામી હતી. પરંતુ થોડા સમય બાદ પ્રશ્ન હલ થતા છાત્રો મોક ટેસ્ટ આપી શક્યા હતા. તો રજિસ્ટ્રેશનમાં કેટલાક છાત્રો બાકી રહી જતા ફરી રજીસ્ટ્રેશનની મુદત લંબાવી 30 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની 27 પરીક્ષાઓ પૈકી પ્રથમ વિભાગની 13 પરીક્ષાઓના બે દિવસ મોક ટેસ્ટ લેવાનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે શનિવારે ચાર સેશનમાં 3262 છાત્રોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા.

જેમાં ચારેય સેશનમાં કુલ સંખ્યા પૈકી 2620 છાત્રો લોગીન થયા હતા અને તેમાંથી 2495 છાત્રોએ ટેસ્ટ પૂર્ણ કર્યા હતા. મોક ટેસ્ટ દરમ્યાન છાત્રો દ્વારા સોફ્ટવેર લોગીન થવા દરમ્યાન પ્રારંભમાં કેટલાક છાત્રોને તેમનો ચહેરો સ્કેન ન થતા ફોટો ન પડતા લોગઈન ન થવાના પ્રશ્નો સર્જાયા હતા.

પરંતુ થોડા સમય બાદ હેલ્પ સેન્ટર અને પરીક્ષા વિભાગના સંપર્ક બાદ તેઓનો પ્રશ્ન હલ થયો હતો. આ બાબતે પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે 10 ટકા છાત્રોને થોડો પ્રશ્ન રહયો હતો. જેમાં મોબાઈલ અને કનેક્ટિવિટીના પ્રશ્નો પણ જવાબદાર હતા. થોડા સમય બાદ લોગીન થઇ શક્યા હતા.છતાં સોફ્ટવેર કંપનીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.

13 પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન 30 ઓગસ્ટ સુધી
31 ઓગસ્ટની પરીક્ષાઓ માટે કેટલાક છાત્રોના રજીસ્ટ્રેશન રહી ગયા હોઈ રજૂઆતના પગલે યુનિ દ્વારા રજીસ્ટ્રેશન ફરી ઓપન કરવામાં આવ્યું છે. અને 30 ઓગસ્ટના રોજ બપોર 2 વાગ્યા સુધી છાત્રો રજીસ્ટ્રેશન કરી શકશે. અન્ય બાકી બે તબક્કાની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ જ છે. ઝડપથી છાત્રોને કરી અપીલ છે તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...