નિર્ણય:પાટણમાં એલઆરડી ઉમેદવારોની તૈયારીઓ માટે 10 ગ્રાઉન્ડ ફાળવાયાં

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાઉન્ડ ઉપર પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારોને તૈયારી કરાવાશે
  • જિલ્લાના ​​​​​​​ઉમેદવારો વધુમાં વધુ પસંદગી થાય માટે પોલીસ અધિક્ષકનો પ્રયાસ

પાટણ જિલ્લામાં 10 હજારથી વધુ ઉમેદવારો પોલીસની તૈયારી કરી રહ્યા છે. તમામ ઉમેદવારોને રોહિત પરીક્ષાની તૈયારી માટે યોગ્ય સ્થળે અને માર્ગદર્શન મળી રહે તે માટે પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા દ્વારા જિલ્લામાં વિવિધ 10 મોટા મેદાનમાં ઉમેદવારો અને તૈયારી કરવા માટેનું આયોજન કરવામાં આવી છે અને 10 મેદાનો ઉમેદવારો માટે ફાળવવામાં આવ્યા છે જેમાં બુધવારથી જ સવારે ગ્રાઉન્ડમાં હાજર રહેનાર ઉમેદવારોને પોલીસ અધિકારીઓ દ્વારા શારીરિક પરીક્ષાનું જરૂરી તાલીમ માર્ગદર્શન આપશે.

આ 10 સ્થળો ઉમેદવારો માટે ફાળવવામાં આવ્યાં
- પોલીસ હેડ કોર્ટર ,પાટણ
- સરીયદ ગામ ગ્રાઉન્ડ, સરસ્વતી તાલુકો
- કુણઘેર ગામ ગ્રાઉન્ડ ,પાટણ તાલુકો
- દેથળી હેલીપેડ ગ્રાઉન્ડ,સિધ્ધપુર
- વ્યાયામ સંકુલ,ચાણસ્મા
- સરસ્વતી શિશુ મંદિર, હારીજ
- આદર્શ વિદ્યાલય, રાધનપુર
-ઉંટવાડિયા મેદાન ,શંખેશ્વર
- સંસ્કાર વિદ્યાલય ક્રિકેટ ગ્રાઉન્ડ, સમી
-ખીમાસર અગરીયા સ્કૂલ ગ્રાઉન્ડ, સાંતલપુર

અન્ય સમાચારો પણ છે...