પાટણ તાલુકામાં 20,000થી વધારે કામદારોને ઈશ્રમ કાર્ડ આપવા માટે શહેરમાં નગરપાલિકા દ્વારા દસ દિવસના કેમ્પનું આયોજન કર્યું છે. મંગળવારે આંબેડકર હોલ પાસે પ્રથમ કેમ્પ યોજીને શરૂઆત કરી હતી.શહેરના આવકવેરો ન ભરતા હોય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને ઈ.એસ.આઇ.સી સભ્ય ન હોય તેવા 16 થી 59 વર્ષની ઉંમરના વ્યક્તિઓ એ ઈશ્રમ કાર્ડ મળી શકે છે.કેમ્પમાં આધારકાર્ડ બેંકની પાસબુક અને આધાર સાથે લિંક મોબાઈલ રજૂ કરવાથી રજીસ્ટ્રેશન થઇ શકશે.
ભારત સરકાર દ્વારા વિવિધ દશ જેટલી પીએમ સુરક્ષા બીમા યોજના, પીએમ જીવન જ્યોતિ બીમા યોજના ,પીએમ શ્રમયોગી માન ધન યોજના, પીએમ જન ધન યોજના, વન નેશન વન રેશનકાર્ડ, જનની સુરક્ષા યોજના, પીએમ માતૃ વંદના યોજનાનો સમાવેશ થાય છે.શહેરમાં સ્વ સહાય જૂથની બહેનો શહેરી ફેરીયાઓ તેમજ અન્ય લાભાર્થીઓ માટે 7 માર્ચે આંબેડકર હોલ પાસે, 9 માર્ચ ગીતાંજલી છાપરા, 10 માર્ચ શ્રમજીવી સોસાયટી, 13 માર્ચ બગવાડા પોલીસ ચોકી, 14 માર્ચ મહર્ષિ સોસાયટી જીઈબી, 18 માર્ચ બહુચર માતા મંદિર ધીમટો, 20 માર્ચ દ્વારકા નગરી સોસાયટી રાણકીવાવ રોડ ખાતે, જ્યારે આંગણવાડી કાર્યકર, આંગણવાડીમાં બાળકોના વાલીઓ, સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો અને અન્ય લાભાર્થીઓ માટે 15 માર્ચ એમ એન હાઇસ્કુલ પાસે, 16 માર્ચે ખાન સરોવર અને 17 માર્ચે સુભાષચોકના આંગણવાડી કેન્દ્ર ખાતે કેમ્પ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.