તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ બંધ જરુરી:કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન આવશ્યક - જિલ્લા કલેક્ટર

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર અને કુંવારદ ગામની જિલ્લા કલેક્ટરે મુલાકાત કરી
  • ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજી અપીલ કરી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર અને કુંવારદ ગામની જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી વધુ પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરએ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

ગ્રામજનો જરૂરિયાત વગર ઘરની બહાર ન નિકળે

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગામમાં જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન આવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો જરૂરિયાત વગર ઘરની બહાર ન નિકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું.

આરોગ્યકર્મી અને અન્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું

વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેટ થઈ જવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય. કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે ગામમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત આરોગ્યકર્મી અને અન્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન આપ્યું

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમ્યાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમ્યાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે જિલ્લા કલેક્ટરસુપ્રીત સિંઘ ગુલાટીએ સ્થાનિક આગેવાનો તથા સરપંચઓ સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી અમિત પરમાર, મામલતદાર ફાલ્ગુન પંચાલ, તાલુકા વિકાસ અધિકારી જે.એલ.દેસાઈ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પી.આર.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો