કેદ:ચેક રિટર્ન કેસમાં પાટણના બિલ્ડરને 1 વર્ષની સાદી કેદ અને 90 લાખ દંડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ અગાઉ ટાઉન પ્લાનિંગ યોજના એકમાં ફ્લેટની કિંમત રૂપે આપેલો 60 લાખનો ચેક પૂરતા બેલેન્સના કારણે પાછો ફર્યો હતો

પાટણ જ્યુડિશિયલ કોર્ટમાં રૂપિયા 60 લાખનો ચેક ક્લિયર થયા વગર બાઉન્સ થયા અંગેનો કેસ ચાલી જતા પાટણના બિલ્ડર મુકેશ મેવાડાને એક વર્ષની સાદી કેદ અને રૂ.90 લાખ દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરપાઈ કરવામાં આવે તેમાંથી અરજદારને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

પાટણ શહેરના અગ્રણી બિલ્ડર મુકેશભાઈ મેવાડા સામે બાલીસણા ગામના વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા પટેલ કાંતિભાઈ પ્રાગજીભાઈ દ્વારા ચેક બાઉસનો કેસ દાખલ કર્યો હતો તે અનુસાર પાટણ શહેરના ટાઉન પ્લાનિંગ યોજના એકમાં ફ્લેટની ખરીદી કરી હતી જે અંગે વર્ષ 2018માં રૂ.60 લાખનો ચેક ફ્લેટની કિંમત રૂપે આવ્યો હતો તે ચેક કાંતિભાઈએ તેમના બેંક ખાતામાં જમા કરાવતા આ પૂરતા બેલેન્સના કારણે પાછો ફર્યો હતો.

વારંવાર ઉઘરાણી કરવા છતાં રકમ ચૂકતે ન કરતા તેમણે તેમના વકીલ પંકજ વેલાણી મારફતે જ્યુડિશિયલ કોર્ટ પાટણ ખાતે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા મેજિસ્ટ્રેટ પ્રિયંકાલાલ દ્વારા ઉપરોક્ત સજા ફરમાવી હતી. આરોપી તરફથી 60 દિવસમાં વળતર ચુકવવામાં ન આવે તો તેણે વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવાની રહેશે તેમજ જરૂર પડે અરજદાર ફરિયાદી રેવન્યુ રહે તેમની લેણી રકમ વસૂલ કરી શકશે તેવો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...