તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 1 More Case In Patan And A Young Man From Delhi In Sami Got Another Positive In Three Days In Corona, Motisa Darwaza Area Of Patan, Figure 73 Reached

કોરોના મહાઆપતિ:પાટણમાં વધુ 1 કેસ અને સમીમાં દિલ્હીથી આવેલ યુવકને કોરોના, પાટણના મોતીસા દરવાજા વિસ્તારમાં ત્રણ દિવસમાં બીજો પોઝિટિવ નીકળ્યો, આંકડો 73એ પહોચ્યો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના ધારપુર ખાતેની કોવીડ હોસ્પિટલ માંથી બુધવારે એક મહિલા ડોક્ટર એક મહિલા નર્સ અને એક પુરુષ નર્સને પોઝિટિવ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તેમજ પાટણ શહેરના બે યુવકો અને કાતરાની મહીલાને બુધવારે સાજે રજા આપવામાં આવી હતી - Divya Bhaskar
પાટણના ધારપુર ખાતેની કોવીડ હોસ્પિટલ માંથી બુધવારે એક મહિલા ડોક્ટર એક મહિલા નર્સ અને એક પુરુષ નર્સને પોઝિટિવ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તેમજ પાટણ શહેરના બે યુવકો અને કાતરાની મહીલાને બુધવારે સાજે રજા આપવામાં આવી હતી
  • સાગોડીયાના એક જ પરિવારના ત્રણ સભ્યોને દેથળી ફેસીલીટીથી રજા અપાઇ, ધારપુર હોસ્પિટલ સ્ટાફના 3 દર્દી પણ કોરોના મુક્ત

પાટણ જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે.  જેમાં બુધવારે પાટણ શહેર અને સમી ગામના બે યુવકો તાવ કફ વગેરેની બીમારીના કારણે દવાખાનામાં ભરતી થયા બાદ તેઓને કોરોના પોઝિટિવ જણાવતા ધારપુર હોસ્પિટલમાં તેઓની સારવાર હાથ ધરાઇ છે પાટણ શહેરમાં મોતીસા વિસ્તારના યુવકને પોઝિટિવ આવતા આ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટઝોન જાહેર કરી પ્રતિબંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમી ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બુધવારે સવારે ૩ અને બપોરે બીજા ત્રણ દર્દીઓ ને કોરોના બીમારીમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી .
સમી અને પાટણના આ બંને વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન લાગુ કરવામાં આવ્યો છે
પાટણ શહેરમાં મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના યુવકને બે દિવસથી કફ અને શ્વાસની તકલીફ થવા પામી હતી તેને ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની બીમારી પણ પહેલેથી છે આ યુવકનો કોરોના સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે સમી ખાતે દિલ્હીથી આવેલા ૨૫ વર્ષીય યુવકને તાવ વગેરે બીમારી હતી જેનું સમી ખાતે સેમ્પલ લેવાયું હતું તેનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સમી અને પાટણના આ બંને વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન લાગુ કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને યુવકોના નજીકના સંપર્ક ધરાવતા વ્યક્તિઓને ક્વોરન્ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.આ બે કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૩ થયો છે પાટણમાં  મોતીસા વિસ્તાર નજીક એક આયુર્વેદિક ડોક્ટર સંક્રમિત થયા પછી એ જ વિસ્તારમાં વધુ એક યુવક કોરોના પોઝિટિવ જણાતા પાલિકા આરોગ્ય અને પોલીસ તંત્ર મોડી સાંજે કામે લાગ્યું હતું.જિલ્લામાં વધી રહેલા કેસના પગલે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયુ છે. 
સાગોડીયાના એક પરિવારના 3 સભ્યોને રજા અપાઇ
સરસ્વતી તાલુકાના સાગોડીયા ગામના એટ્રોસિટી એક્ટ ના આરોપી એવા એક પરિવારના ત્રણ સભ્યો જેમાં 50 વર્ષના પુરુષ 45 વર્ષની મહિલા અને ૨૩ વર્ષનો યુવક જેઓ દેથળી ફેસીલીટી ખાતે સારવાર હેઠળ હતા જેઓને બુધવારે સવારે રજા આપવામાં આવી હતી જ્યારે સાંજે હોસ્પિટલ ના એક પુરુષ અને એક મહિલા નર્સ અને એક મહિલા ડોક્ટર ને કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...