પાટણના યુવાન કર્મચારી ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.1 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બીજાનો UPI ID ટાઈપ થઈ જતા રૂ.1 લાખ તામિલનાડુના એક બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતાં પાટણ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમેે તામિલનાડુના વ્યક્તિનો સંપર્ક કરી કર્મીને રૂ.99000 પાછા અપાવ્યા હતા.
પાટણના યુવાન કર્મચારી પાસે એમેઝોન પે નું ક્રેડિટ કાર્ડ હોવાથી તેઓ 12 ડિસેમ્બરે UPI ID મારફતે પોતાના ક્રેડીટ કાર્ડ થી પૈસા પોતાના ખાતામા ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે ભુલથી બીજાનો UPI ID ટાઇપ થઇ જતાં રૂ 1,00,000 તામિલનાડુના કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટ મા ટ્રાન્સફર થઈ ગયા હતા.જેથી અરજદારે પૈસા પરત લેવા માટે બેંક સહિત જુદી જુદી જગ્યાએ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમને સફળતા મળી ન હતી.
બાદમાં તેમણે પાટણસાયબર ક્રાઇમ સેલ નો સંપર્ક કરી ભુલથી બીજાના ખાતામા ગયેલ પૈસા પરત મેળવવા બાબતે અરજી કરી હતી તે અરજી ને પગલે સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલીક એકશન લઈ ટેકનીકલ એનાલીસીસના આધારે તામિલનાડુના બેંક એકાઉન્ટના ખાતેદાર નો મોબાઈલના માધ્યમથી સંપર્ક કર્યો હતો પરંતુ તેણે ચેકથી એકાઉન્ટમાંથી રૂ એક લાખો ઉપાડી લીધા હતા બાદમાં સાઇબર ક્રાઇમ પોલીસે તામિલનાડુના ખાતેદારને સમજાવી કર્મચારીના બેન્ક એકાઉન્ટમાં રૂ99000 પરત અપાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.