તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સરદારપુર પાસેથી તડબૂચની આડમાં થરાથી રાજકોટ લઈ જવાતો 1 લાખનો દારૂ ઝડપાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ બાતમી આપતાં રાધનપુર પોલીસે નાકાબંધી કરી ડાલું ઝડપ્યું
  • રાજકોટના 3 અને ગંજીવાડાનો એક ઝડપાયો, રતનપુરનો એક શખ્સ ફરાર, રૂ.5.25નો મુદ્દામાલ જપ્ત

રાધનપુર થરા હાઈવે પર સરદારપુરા ગામ પાસે પોલીસ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી થરા તરફથી આવી રહેલા પિકઅપ ડાલાને અટકાવી તપાસ કરતા તેમાં ભરેલા તરબૂચના જથ્થા નીચે સંતાડીને લઈ જવાતો રૂ. 10,979ની કિંમતના દારૂ સાથે ચાર ઝડપાયા હતા.એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.બી ભટ્ટને પીકઅપ ડાલા નં.જીજે 10ટીવી 0784માં તરબૂચની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ થરાથી રાધનપુર તરફ લઇ જવાતો હોવાની બાતમી મળતાં તેમણે રાધનપુર પોલીસને મેસેજ આપતાં રાધનપુર પી.એસ.આઇ આર.આર. ઝરૂએ સ્ટાફ સાથે સરદારપુરા ગામ પાસે નાકાબંધી કરી ગાડીમાં તપાસ કરતાં તડબૂચની નીચેથી દારૂ બોટલ નંગ 599 અને બીયરનાં ટીન નંગ 240 મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને ગાડી સહિત રૂ.5,25,859નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે જોશી ધાર્મિક રાજેશભાઈ (રાજકોટ), કોળી વિજય ઉર્ફે ચંદુભાઈ (ગંજીવાડા), શેખ ઇમ્તિયાજ સિદ્દીકભાઈ અને શેખ સબીરભાઈ રફિકભાઈ (રાજકોટ)ને ઝડપ્યા હતા. જ્યારે લાલભા સોલંકી (રતનપુર) ફરાર થઈ ગયો હતો.

થરાથી રાજકોટ લઈ જવાતો હતો દારૂ
થરા ખાતેથી રતનપુર ગામના લાલભા અખેરાજસિંહ સોલંકી નામના વ્યક્તિએ સવારે 10 વાગ્યાના સુમારે થરા નવરંગ હોટલ પાસેથી પીક-અપ ડાલુ લઈ જઈને તેમાં વિદેશી દારૂ ભરી થરા ખાતે બ્રિજ પાસે પાછો આપી ગયો હતો. જે જથ્થો રાજકોટ ખાતે છૂટક વેપાર કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેમ આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...