ઘર કંકાસ:વારાહીની પરિણીતા પાસે 1 લાખ દહેજ માંગી કાઢી મૂકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારિજ પોલીસમાં પતિ,સાસુ,સસરા સામે ફરિયાદ

વારાહીની પરિણીતા પાસે સાસરિયાએ દહેજ પેટે રૂપિયા એક લાખની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હારિજ પોલીસ મથકે પતિ, સાસુ,સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે રહેતા સલમાબેન હનીફભાઈ ચાર વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો છે તેમના લગ્નજીવન દરમિયાન તેમના પતિ એકદમ ઉશ્કેરાઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યા તેના પતિનું ઉપરાણું લઇ સાસુ-સસરાએ પણ જેમતેમ બોલી તારા પિયરથી દહેજ પેટે રૂપિયા 1 લાખની માગણી કરી હતી.

સાસરીયાઓ અવાર નવાર માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં પરિણીતા તેના પિયર આવી હારિજ પોલીસ મથકે પતિ હનીફભાઈ હાજીભાઇ કુંભાર, સસરા હાજીભાઇ અલ્લારખાભાઇ કુંભાર અને સાસુ રમતબેન હાજીભાઇ કુંભાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...