અકસ્માત:વનાસણના પાટિયા નજીક છકડા-ટ્રેક્ટર અથડાતાં 1 નું મોત : 4ને ઇજા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

સિદ્ધપુરથી પાટણ જતા વનાસણ ગામના પાટિયા નજીક ટ્રેક્ટરની ટ્રોલી છકડા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. છકડોમાં સવાર એક મોત થયું હતું અને 4ને ઈજાઓ પહોંચી હતી.બનાવના પગલે બાલીસણા પોલીસ મથકે છકડા ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી. સિદ્ધપુર ખાતે રહેતાં દેવીપુજક પ્રકાશભાઇ હમીરભાઇ, મીનાબેન, પ્રકાશ ,ગુડીબેન પુનમભાઇ, રોહીત પુનમભાઇ, કાજલબેન કાળુભાઇ, પિયુષ રાકેશભાઇ છકડો રિક્ષા(જીજે 24 ડબ્લ્યુ 5336)માં બેસી શનિવારે પાટણ માતાજીના દર્શન કરવા જવા સારૂ નીકળેલા હતા. પ્રકાશભાઇ ડ્રાઇવીંગ કરતાં હતા.

સિદ્ધપુરથી પાટણ જતા વનાસણ ગામના પાટિયા નજીક ટ્રેક્ટરની ટ્રોલી છકડા સાથે અથડાતાં છકડામાં સવાર રોહીત ગુડીબેન, મીનાબેન, પિયુષ, કાજલબેન નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન રોહિત (ઉ.વ.13)ને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. આ અંગે હમીરભાઇએ બાલીસણા પોલીસ મથકે છકડા ચાલક દેવીપુજક પ્રકાશભાઇ સામે ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીએસઆઈ પી.એસ.ચૌધરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...