તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સતાલાસણા-પોશીનામાં 1, વિજયનગર અને સરસ્વતીમાં અડધો ઈંચ વરસાદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં રવિવારે વરસાદ પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. - Divya Bhaskar
પાટણ શહેરમાં રવિવારે વરસાદ પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
  • લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં આનંદ છવાયો
  • પાટણમાં 5 મીમી, વાગડોદના કેટલાક ગામોમાં ઝાપટું પડ્યું, સિદ્ધપુર-મહેસાણામાં છાંટા પડ્યા

લાંબા વિરામ બાદ રવિવારે મોડી સાંજે વાતાવરણમાં આવેલા એકાએક પલટા બાદ સરસ્વતી તાલુકામાં 14 મીમી વરસાદ પડ્યો હતો. પાટણ શહેર અને વાગડોદ વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોને હવે વરસાદ થવાની આશા બંધાઈ છે. તો સિદ્ધપુર અને મહેસાણામાં સામાન્ય છાંટા પડ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં દુષ્કાળનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે લાંબા વિરામ બાદ કેટલાક વિસ્તારમાં રવિવારે સાંજે વરસાદ થયો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી પંથકમાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. તો પાટણ શહેરમાં પાંચ મીમી વરસાદ સાથે વાગદોડ પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

સિદ્ધપુર શહેરમાં પણ વરસાદી છાંટા થયા હતા. સાબરકાંઠાના પોશીનામાં એક ઈંચ અને વિજયનગર તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના સતાલાસણામાં 1 ઈંચ સહિત મહેસાણા શહેર ઉપરાંત વિસનગરમાં પણ વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા, દાંતીવાડા અને વડગામ પંથકમાં વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...