કાર્યવાહી:પાટણ નાની સરામાંથી 1 જુગારી ઝડપાયો, 9 ફરાર, પોલીસે રૂ. 10 હજાર રોકડ તથા એક મોબાઈલ કબજે લીધો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના નાની સરા રાધાકૃષ્ણ મંદિર આગળ ખુલ્લી જગ્યામાં 10 શકુની જુગાર રમતા હોવાની બાતમી આધારે શનિવારે મોડી રાત્રે પોલીસે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા બ્રિજેશ કિરણભાઈ પરમાર પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે રોકડ રૂ. 10,000 અને મોબાઈલ કબજે લીધા હતા. અન્ય નવ જુગારીઓ પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. પાટણ એ ડિવિઝન પોલીસે 10 શકુનિઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ જુગારી

  • બ્રિજેશ કિરણભાઈ પરમાર

ફરાર જુગારીઓ

  • ઠાકોર અક્ષય મોહબતસંગ, ઝાલા મનોજ સિંહ ઉર્ફે મુન્નો કેશવલાલ, સિમજી ટીનાજી ઠાકોર, કનુભાઈ કિશોરભાઈ પ્રજાપતિ, લાલાજી અભુજી ઠાકોર, કુંદન દેવજીભાઈ પરમાર, સુમિત જયંતીભાઈ પરમાર, ગિરીશ રતિલાલ ઠાકોર, રસિક ઠાકોર (પાટણ) અને સુમતિજી ચેનાજી ઠાકોર (કાંસા)
અન્ય સમાચારો પણ છે...