તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ભાભરમાં સવા, સૂઇગામ, વિજાપુર અને હિંમતનગરમાં 1-1 ઈંચ વરસાદ

પાટણ, મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
બગવાડા દરવાજા પાસે વરસાદી ઝાપટાથી  રોડ ભિંજાયો હતો - Divya Bhaskar
બગવાડા દરવાજા પાસે વરસાદી ઝાપટાથી રોડ ભિંજાયો હતો
  • પાટણ 1, શંખેશ્વર 4,સમી 8 ,સરસ્વતીમાં 2 અને સાંતલપુરમાં10 મીમી વરસાદ
  • અમદાવાદ, પાટણ , સાબરકાંઠા ,ખેડા ,બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે સતત ચોથા દિવસે પણ મેઘમહેર થવા પામી હતી. જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાભરમાં સવા ઇંચ, સૂઇગામમાં એક ઇંચ, વડગામ- લાખણીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક અને સાબરકાંઠાના હિંમતનગરમાં એક ઈંચ સહિત અન્યત્ર વરસાદ નોંધાયો હતો.

બુ‌ધવારે 10 મિલિમીટર વરસાદ છેવાડાના સાંતલપુરમાં નોંધાયો હતો. આ સિવાય પાટણ 1, શંખેશ્વર 4,સમી 8 ,સરસ્વતી તાલુકા મથકે 2 મિલિમીટર વરસાદ નોધાયો હતો. પાટણ શહેરમાં દિવસ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં થયા હતા. િકલોનિક સિસ્ટરમના પગલે આગામી 3 કલાક ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.વીજળી અને ભારે પવનો સાથે વરસાદ થશે.તેમજ 40 થી 50 કિમિ રફ્તારે ફૂંકાશે પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...