તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:તમે લોકોને તૈયાર કરો, અમે ફળીયા સુધી આવીને રસી આપીશું : પ્રાંત

હારિજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારિજના વાગોસણ ગામે આરોગ્ય માર્ગદર્શન બેઠક યોજાઈ
  • સરપંચ અને પંચાયતના સભ્યોને 100 ટકા રસીકરણ કરવા હાકલ કરી

હારિજ તાલુકાના નાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર વાગોસણ ગામમાં મંગળવારે સાંજે રસીકરણ માર્ગદર્શન અંતર્ગત બેઠક યોજાઈ હતી. તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા ગામ લોકોને કોરોના રસી લેવા માટે આરોગ્ય શિક્ષણ આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતુ. આવનારી કોરોનાની ત્રીજી લહેર સામે લડવા વેક્સિન એકમાત્ર હથિયાર છે તેવું જણાવ્યું હતુ.

છેલ્લે પ્રાંત અધિકારી ચેતનભાઇ પ્રજાપતિએ સંબોધન કરતા ખાસ યુવાનો પર ભાર મૂકી જણાવ્યું હતુ કે તમે લોકોને રસી લેવા તૈયાર કરો તો અમે તમારા ફળિયા સુધી રસી આપીશું, અમારી પાસે વેક્સિનનો પૂરતો જથ્થો છે. સરપંચ તેમજ સભ્યોને બાકી લાભાર્થીઓ વેક્સિન લઈ અને 100% રસીકરણ થાય તે માટે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...