તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:સોમનાથ જેવું નિર્માણાધીન લોટેશ્વર ગામના લોહેશ્વર મહાદેવજી મંદિરનું કામ એક વર્ષ પછી પુન: શરૂ કરાયું

હારીજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મધ્યપ્રદેશના બંસી પાલપુર લાલ પથ્થરમાંથી કલાત્મક કોતરણી કરતા પરપ્રાંતિય શ્રમિકો પરત આવ્યા

પાંડવોએ સ્થાપિત કરેલ અતિ પ્રાચિન ઇતિહાસ ધરાવતું સમી તાલુકાના લોટેશ્વર ગામે લોહેશ્વર ભગવાનનું નિજમંદીર ગર્ભગૃહ સહીત નવીન મંદીર મીની સોમનાથના મંદીર જેવું આકારનું બનવા જઈ રહ્યુ છે. ત્યારે ગત વર્ષે કામકાજ શરૂ થયાંના થોડા દિવસોમાં કોરોના મહામારી આવતા કારીગરો પોતાના માદરે વતન ભણી ગયા હતાં. માટે એક વર્ષ કામકાજ બંધ રહ્યાં પછી ફરીથી નવીન મંદીરનું કામ શરૂ કરવામા આવ્યુ છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે અતિ પ્રાચિન પાંડવો સ્થાપિત લોહેશ્વર મહાદેવજીનું મંદીર આવેલુ છે. જે યાત્રાધામ શંખેશ્વર, સમી, અને હારીજ ત્રણે તાલુકા સેન્ટરથી વચ્ચે 15 કિ.મી.ના અંતરે આવેલુ છે. જ્યા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આ પવિત્ર યાત્રાધામે લોકો દર્શનાર્થે ઉમટે છે. અને દર અમાસે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉંમટતા મેળો ભરાય છે.

આ નિજ મંદીરનું બાધકામ અતિ પ્રાચિન હોવાથી તે બાધકામને જમીનદોસ્ત કરી નવીન મંદીર મધ્યપ્રદેશના બંસી પાલપુર લાલ પત્થરમાંથી કલાત્મક કોતરણી સાથે ભવ્ય નવીન મંદીર નિર્માણ થઈ રહ્યુ નિર્માણ થઈ રહ્યુ છે. જે સોમનાથના મંદીર જેવા આકારનું બનશે. ગયા વર્ષે નવીન મંદિરનું કામકાજ શરૂ થયુ હતુ પણ કોરોના લોકડાઉન આવતા પથ્થર કલાત્મક કોતરણીના કારીગર અન્ય રાજયના હોઇ પોતાના વતન જતા રહ્યાં હોઇ એક વર્ષ કામ બંદ રહ્યાં હતાં જે કામ ફરીથી શરૂ કરાયાં છે.

નવીન બનનારૂ આ મંદીર કેવું હશે
લોહેશ્વર મહાદેવજીનું નવીન મંદીર પ્રાચિન મંદિરનું બાધકામ દુર કરી તેજ જગ્યાએ સોમનાથ મંદિરના આકાર જેવું નવીન મંદીર બનાવવાનું કામ ફરી ચાલી રહ્યુ છે. મધ્ય પ્રદેશના શીલ્પીઓ દ્રારા બંસીપાલપૂર લાલ પત્થરમાંથી કલાત્મક કીતરણીઓ દ્રારા બનાવવામાં આવી રહ્યુ છે. લોહેશ્વર મંદીર ટ્રસ્ટના પ્રમુખ રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદ બાપુના જણાવ્યા મુજબ નવીન મંદિર દોઢ કરોડના ઉપરાંતના ખર્ચે તૈયાર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો