નિર્ણય:વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજે સમૂહલગ્ન બંધ રાખી 21 દીકરીઓને 1.51 લાખની કીટનું વિતરણ કર્યું

હારિજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
21 દીકરીઓને 1.51 લાખની કીટનું વિતરણ કરાયું. - Divya Bhaskar
21 દીકરીઓને 1.51 લાખની કીટનું વિતરણ કરાયું.
  • કોરોના પગલે ભીડ એકત્રિત નહિ કરવા 19 લગ્નોત્સવ બંધ રાખવાનો નિર્ણય કરાયો

વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના 19મો સમૂહ લગ્નોત્સવ રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર ખાતે 19 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હતો. જે કોરોના મહામારીની ત્રીજી લહેરની સરકારની ગાઈડ લાઈન મુજબ સમૂહલગ્નોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. જે અનુસંધાને દરેક કુલ 21 દીકરીઓને દાતાઓ દ્વારા આપવામાં આવતી કુલ એક કિટની કિંમત 1.51 લાખ ભેટ સોગાદ કિટોનું વિતરણ 21 દીકરીઓને કરવામાં આવ્યું હતુ.

રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર ખાતે વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજની 21 દીકરીઓનો 19મો સમૂહલગ્નોત્સવ 19 ફેબ્રુઆરીએ યોજાનાર હતો. જે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા સરકારની ગાઈડ લાઈન મુજબ ભીડ એકત્રિત નહીં કરવા માટે સમૂહલગ્નોત્સવ બંધ રાખવા સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. અને દરેક દિકરીઓના વાલીઓને ઘરે લગ્ન પ્રસંગ કરવા જણાવ્યું હતું. સમાજ દ્વારા એકત્રિત કરેલ ભેટ સોગાદોની કીટ દરેક દીકરીઓને અને તેમના વાલીઓને રૂબરૂ કીટ આપવાનો કાર્યક્રમ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો.

સમુહલગ્નોત્સવના મુખ્યદાતા મુબારકપુરા ગામના વતની નગરપાલિકા ચાંદલોડિયાના પૂર્વ પ્રમુખ અને હાલ મધ્યસ્થ સંઘ અમદાવાદના પ્રમુખ ચંદુભાઈ સાધુ સમૂહલગ્નના ભોજનદાતા હતા જે સમૂહ લગ્ન બંધ રહેતા દરેક દીકરીઓને રૂ.11 હજાર રોકડા અને તેમના દ્વારા જુદા જુદા દાતાઓ દ્વારા તિજોરી, સેટીપલંગ, સોનાનું મંગલસૂત્ર,ચૂંક, ચાંદીના સિક્કા,ચાંદીની પાયલ,રસોડાસેટ સહિતની અનેક ચીજવસ્તુઓની કુલ એક કીટની કિંમત રૂ.1.51.લાખની કીટનું વિતરણ દરેક 21 દીકરીઓને અને તેમના વાલીઓને રાપરિયા હનુમાનજી મંદિર ખાતે બોલાવી રૂબરૂ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ આર.કે.વૈષ્ણવ,મધ્યસ્થ સંઘ સાધુ સમાજ અમદાવાદના પ્રમુખ ચંદુભાઈ સાધુ, વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ સાધુ, મંત્રી શંકરદાસ સાધુ દ્વારા કિટોનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...