કરૂણાંતિકા:ગોવનામાં ઘરની દીવાલ પડતાં મજૂરનાં બે ભૂલકાનાં મોત, એક ભાઈને ઇજા

હારિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકજ પરિવારના ત્રણ સગા ભાઈ વહેલી સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા એન મોતની દીવાલ ધરસાયી થઈ
  • હારિજ તાલુકાના પીલુવાડા ગામનો ઠાકોર ખેતમજૂર પરિવાર છેલ્લા 5 માસથી ગોવના ગામના લાલબાગ ફાર્મ ખાતે ખેતમજૂરીનું કામ કરવા ત્યાં રહેતો હતો

હારિજના ગોવનાની સીમમાં આવેલા લાલબાગ ફાર્મ ખાતે ખેત મજૂરી અર્થે રહેતો પરિવારના ત્રણ સગા ભાઈઓ ચા નાસ્તો કરી રહ્યા હતા. એવા સમયે ઘરની દીવાલ ધરાસાઈ થઈ જતાં બે સગા ભાઈઓના મોત અને એક ભાઈને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગરીબ પરિવાર પર અચાનક મોતના માતમની ગમગીની છવાઈ જવા પામી છે.હારિજ તાલુકાના પીલુવાડા ગામનો ઠાકોર બળવંતજી ઉર્ફે બલાજી બાબુજીનો ખેતમજૂર પરિવાર છેલ્લા 5 માસથી ગોવના ગામના લાલબાગ ફાર્મ ખાતે ખેતમજૂરીનું કામ કરવા ત્યાં રહેતો હતો.

બલાજી ઠાકોરના પત્નીનું બે વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. જેઓને ચાર પુત્ર અને બે દીકરીઓ મળી લાલબાગમાં ખેતીકામ કરતા હતા. સોમવારની વહેલી સવારે ફાર્મ પરની ઓરડીની બહાર અગાસીમાં ચા નાસ્તો કરી રહ્યા હતા. જેમાં ઓચિંતી અગાસીની દીવાલ ધરાસાઈ થતાં ત્રણ ભાઈઓ દટાયા હતા. જેમાં બૂમાબૂમ થતાં બાજુમાં અન્ય પરિવારો જોડે રહેતા હતા. બધા દોડી આવી દીવાલની ઈટો કાટમાળ ખસેડાયો જેમાં શૈલેશભાઈ બલાજી ઠાકોર, 12 માયકલજી બલાજી ઠાકોર 6નું માથાના ભાગે ઇજાઓ થતાં ઘટના સ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

દીવાલ ધરાસાઈ થતાં ત્રણ ભાઈઓ દટાયા
જ્યારે 5 વર્ષનો અક્ષય બલાજી ઠાકોર મોતના મુખમાંથી બચી જતા તાત્કાલિક ચાણસ્મા ખાનગી વાહનમાં દવાખાને લઈ જઈ સારવાર કરવામાં આવી હતી. જ્યારે મૃતક બે ભાઈઓનું પી.એમ.ચાણસ્મા રેફરલ ખાતે કરવામાં આવ્યું હતું. ઓચિંતી ઘટનાથી સમગ્ર પીલુવાડા ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયો હતું. હારિજ પોલીસે અકસ્માતે ગુનો નોંધી ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...